આમચી મુંબઈમહારાષ્ટ્ર
મહાનંદા ડેરી સુપરત કરવાની પ્રક્રિયા વિલંબમાં, જાણો કારણ?

મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટીવ મિલ્ક ફેડરેશન લિમિટેડ હસ્તકની મહાનંદા ડેરી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ને સુપ્રત કરવાનો નિર્ણય ગયા વર્ષે લેવામાં આવ્યો હતો. જોકે, ડેરીના કર્મચારીઓને 130 કરોડ ચુકવવાની પ્રક્રિયા હજી પૂરી ન થઈ હોવાથી સોંપણીની પ્રક્રિયા વિલંબમાં મુકાઈ છે એવી જાણકારી રાજ્ય પ્રધાને આપી હતી.
એક સમયે નફો રળતી મહાનંદ ડેરી સરકાર હસ્તક છે અને હાલ એનું અસ્તિત્વ જોખમમાં છે. 130 કરોડ રૂપિયાની ચુકવણી મૂળભૂત સમસ્યા છે જેને કારણે મહાનંદા ડેરીની સોંપણી એનડીડીબીને અટકી પડી છે એમ મહારાષ્ટ્રના ડેરી વિકાસ ખાતાના પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે પીટીઆઈને બુધવારે જણાવ્યું હતું.
સોંપણી અંગે કરવામાં આવેલા સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે ‘પૈસાની ચૂકવણી રાજ્ય સરકાર કરશે કે એનડીડીબી એનો નિર્ણય લેવાયા પછી સોંપણીની સમસ્યાનો ઉકેલ આવી જશે.