હીરા ઉદ્યોગ બાદ હવે દૂધ વ્યવસાય પર વિવાદ? મહાનંદ મહારાષ્ટ્રમાં જ રહેશે તેવી દુધવિકાસ પ્રધાનની ગેરેન્ટી
મુંબઇ: મહારાષ્ટ્ર સહકારી જૂધ મહાસંઘ- મહાનંદ પ્રોજેક્ટ ગુજરાતના રાષ્ટ્રીય દૂધ વિકાસ મંડળ (એનડીડીબી) ને ચલાવવા માટે આપવાના રાજ્ય સરકારના નિર્ણય પર વિરોધીઓએ આક્ષેપ કર્યો છે. હિરા ઉદ્યોગની જેમ જ હવે આ પ્રોજેક્ટ પણ ગુજરાત ખસેડવામાં આવી રહ્યો છે એવા આક્ષેપ સાથે વિરોધી પક્ષ દ્વારા આંદોલનનો સંકેત આપવામાં આવ્યો છે. આ અંગે વિરોધીઓનો આક્ષેપ તદ્દન ખોટો છે એવો દાવો દૂધ વિકાસ પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે કર્યો છે. મહાનંદ ગુજરાત લઇ જવાનો પ્રાયસ થઇ રહ્યો છે. પણ અમે શાંત નહીં બેસીએ એવો સંકેત સાંસદ સંજય રાઉતે આપ્યો છે.
કેન્દ્ર સરકારના દબાણને કારણે મહાનંદ ગુજરાતને સોંપવામાં આવનાર છે એવો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અતુલ લોંઢેએ કર્યો છે. મહારાષ્ટ્રની સરકાર મહાનંદને બચાવવાના પ્રયાસો કરવાનું છોડી અમૂલને છૂટ આપી રહી છે એવો આક્ષેપ કિસાન સઙાના અજિત નવલે અને અશોક ઢવળેએ કર્યો છે. એનડીડીબી એ કોઇ રાજ્યની નહીં પણ કેન્દ્ર સરકારની દૂધ વ્યવસાયના વિકાસ માટેની શિખર સંસ્થા છે. મહાનંદનું વ્યવસ્થાપન બગડ્યું હોવાથી દૂધ સંકલન 10 લાખ લિટર પરથી 60 હજાર લિટર પર આવી ગયું છે. છતાં પણ આ સંસ્થા ટકે તેવી સરકારની ભૂમીકા છે.
તેથી તેને ફરી ઊભી કરવા માટે એનડીડીબીને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની ગોકુળ સહિતની અન્ય સંસ્થાઓને પણ મહાનંદ ચલાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જોકે કોઇ પણ સંસ્થા આ માટે આગળ આવી નહતી તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને મહાનંદ પ્રોજેક્ટ રાજ્યમાં જ રહેશે અને આ બ્રાન્ડ પણ કાયમ રહેશે એવો જાવો વિખે પાટીલે કર્યો છે.