મતોનું રાજકારણ: મહાનગરપાલિકા ચૂંટણીમાં મત મેળવવા રાજકીય પક્ષો વચ્ચે હોડ
ગણેશોત્સવ નિમિત્તે મફત પ્રવાસની સુવિધા

મુંબઈ: આગામી સમયમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી હોવાથી રાજકીય પાર્ટીઓમાં મતો પોતાની તરફ વાળવા તહેવારોનો ભરપૂર ફાયદો ઉઠાવવાની કવાયત ચાલી રહી છે. ગણેશોત્સવમાં મુંબઈથી કોંકણ જનારા મુંબઈગરાના મત મેળવવા માટે તેમની માટે મફતમાં બસની સુવિધા ઉપલબ્ધ કરી આપવાથી લઈને વધારાની સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસની વ્યવસ્થા કરવા જેવા અનેક પ્રયાસ રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
કોંકણવાસીઓના મત મેળવવા માટે શિવસેના સહિત ભાજપ બંને પક્ષોએ કવાયત હાથ ધરી છે. ભાજપે ૫૦૦ બસને કોંકણ માટે રિઝર્વ કરી નાખી છે. તો શિવસેના તરફથી ખાનગી બસોને રિઝર્વ કરવાની તૈયારી અંતિમ તબક્કામાં છે. આ વર્ષે ૨૭ ઑગસ્ટથી ગણેશોત્સવનો આરંભ થવાનો છે.
આપણ વાંચો: ભાજપના સર્વેથી શિંદે જૂથમાં ચિંતા મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ થવાના સંકેત?
તે અગાઉના શનિવાર અને રવિવાર એ કોંકણવાસીઓ માટે મહત્ત્વનો રહેશે. એક અંદાજ મુબ ૨૩થઈ ૨૫ ઑગસ્ટ દરમ્યાન મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજનના નોકરિયાત વર્ગ કોંકણ માટે નીકળી પડશે. રાજકીય પક્ષો આ મુર્હત પર વધારાની બસ દોડાવવાનું આયોજન કરી રહ્યા છે.
નિયમિત રેલવે ગાડીઓા આરક્ષણ પૂરા થઈ ગયા હોવાથી સ્પેશિયલ ટ્રેનો માટેના રિઝર્વેશન જલદી ચાલુ થવાના છે. ગયા વર્ષની સરખાણીમાં આ વર્ષે ગણેશોત્સવ માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની ઓછી બસ દોડવાની છે.
પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈથી કોંકણ જનારા અને ત્યાંથી પાછા મુંબઈ આવનારા માટે ભાજપ સહિત શિવસેનાએ પોતાની રીતે તૈયારીઓ કરી લીધી છે. મુંબઈના દરેક વોર્ડમાંથી બસ માટે રિઝર્વેશન લેવામાં આવી રહ્યા છે.
આપણ વાંચો: વિધાનસભામાં પાશવી બહુમત મળ્યા બાદ પણ ભાજપને મુંબઈમાં પરાજયનો ડર?
વોર્ડ, મંડળ, જિલ્લા એ પદ્ધતિએ પ્રવાસીઓની અંતિમ યાદી તૈયાર કરવામાં આવી રહી છે એ તે મુજબ કોંકણ માટે ગાડીઓ દોડાવવામાં આવશે. ગયા વર્ષે બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ (બીકેસી)થી બસ દોડાવવામાં આવી હતી. આ વર્ષે પણ બીકેસી સહિત અન્ય વિસ્તારમાંથી બસો દોડાવવામાં આવવાની હોવાનું ભાજપના કોંકણ વિકાસ આઘાડીના પદાધિકારીએ જણાવ્યું હતું.
મધ્ય રેલવે દ્વારા ૨૫૦ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવવાની છે, તેના રિઝર્વેશન ગુરુવાર ૨૪ જુલાઈથી ચાલુ થશે. પશ્ર્ચિમ રેલવે ૪૪ સ્પેશિયલ ટ્રેો દોડાવવાની છે અને તેના રિઝર્વેશન બુધવાર ૨૩ જુલાઈથી ચાલુ થશે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ ૫,૦૦૦ બસ દોડાવવાની છે.
રાજકીય પક્ષ સાથે સંકળાયેલા પદાધિકારીના જણાવ્યા મુજબ બોરિવલી, ભાંડુપ, જોગેશ્ર્વરી, ગોરેગામ, વિક્રોલી, ઘાટકોપર, દાદર, વિલેપાર્લે જેવા વિસ્તારમાંથી કોંકણ માટે બસ દોડાવવામાં આવશે. થાણે, ડોંબિવલી પટ્ટામાંથી પણ પ્રવાસીઓ માટે બસ દોડાવવામાં આવવાની છે.