આમચી મુંબઈમહાકુંભ 2025

મહાકુંભમાં થયેલા અકસ્માત માટે કોણ જવાબદાર? : શિવસેના (યુબીટી)વિપક્ષે મહાકુંભમાં વીઆઈપી કલ્ચર પર સવાલ ઉઠાવ્યા…

મુંબઈ: મહાકુંભમાં સંગમ ખાતે થયેલી ભગદડ બાદ રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની હતી. વિપક્ષી પાર્ટીઓ સરકારને ઘેરી રહી છે. તેમણે મેનેજમેન્ટ પર પણ પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. શિવસેના (યુબીટી)એ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં બુધવારે જાણવા માગ્યું હતું કે મહાકુંભમાં થયેલી નાસભાગ માટે કોણ જવાબદાર છે? તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વીઆઈપીઓ (પ્રધાનો)ની મુલાકાત દરમિયાન નદી કિનારાના કેટલાક ભાગો બંધ કરવામાં આવતા હોવાને કારણે આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે.

Also read : મહાકુંભ સ્ટેમ્પેડ અંગે પીડિત પરિવારોએ શું કહ્યું? કોઈએ માતા ગુમાવી તો કોઈએ પત્ની…

આ દિવસ વીઆઈપીઓ માટે અનામત છે. શિવસેનાના રાજ્યસભા સભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં મહાકુંભના સંચાલન પાછળ 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

સંજય રાઉતે સરકારને ઘેરતા કહ્યું હતું કે, ‘બધા પૈસા ક્યાં ગયા? ભાજપ કુંભ દ્વારા રાજકીય પ્રચાર કરી રહી છે. તેઓ કુંભનું વ્યાપારીકરણ કરીને ચૂંટણી લડવા માંગે છે. આ તેમની શ્રદ્ધા નથી, પરંતુ રાજકારણ છે અને લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.’ તેમણે વધુમાં કહ્યું કે વહેલી સવારે કુંભમેળામાં થયેલી ભગદડ રાજ્ય વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી હત્યા હતી.

મૌની અમાવસ્યા પર પવિત્ર સ્નાન માટે લાખો શ્રદ્ધાળુઓ આવ્યા હોવાથી સંગમ ખાતે થયેલી ભગદડને કારણે ઘણા લોકોના મોતની આશંકા છે. શિવસેના (યુબીટી)ના નેતાએ કહ્યું હતું કે, ‘જ્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મહાકુંભની મુલાકાત લીધી ત્યારે ઘાટ એક દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહે મહાકુંભની મુલાકાત લીધી ત્યારે સમગ્ર પ્રયાગરાજ બંધ હતું. આનાથી સિસ્ટમ પર દબાણ વધે છે અને ભીડ ભેગી થાય છે, અને આ ભીડ પછી નાસભાગ મચાવે છે.’

Also read : મહાકુંભમાં નાસભાગ બાદ રેલવેએ લીધો મોટો નિર્ણય, આજે 360થી વધુ ટ્રેન દોડાવાશે

ભાજપ પર નિશાન સાધતા સંજય રાઉતે કહ્યું હતું કે કુંભ એ કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ નથી પણ એક શ્રદ્ધા છે. તેમણે કહ્યું કે 2012-17 દરમિયાન અખિલેશ યાદવના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન મહાકુંભના ઉત્તમ સંચાલનને લોકો હજુ પણ યાદ કરે છે. બુધવારે કરોડો લોકો પ્રયાગરાજ પહોંચ્યા, પરંતુ તેમને માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button