Mahadev Online betting App: EDએ દિલ્હી-મુંબઈ સહિત ઘણા શહેરોમાં દરોડા પાડ્યા, રૂ.580 કરોડ રૂપિયા જપ્ત

મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કોભાંડ કેસમાં મોટીની કાર્યવાહી કરી છે. EDના અધિકારીઓએ દરોડા પડીને 580 કરોડ રૂપિયાની સંપતિ ફ્રીઝ કરી દીધી છે. આ ઉપરાંત દરોડામાં 1.86 કરોડ રૂપિયાની રોકડ અને 1.78 કરોડ રૂપિયાની કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ED દ્વારા દિલ્હી, મુંબઈ, કોલકાતા, રાયપુર, ઈન્દોર અને ગુરુગ્રામમાં આ દરોડા પાડવામાં આવ્યા છે.
EDએ આ કેસમાં હજુ સુધી 9 આરોપીઓની ધરપકડ કરી છે. કેસની તપાસ હજુ ચાલી રહી છે. ED અનુસાર, આ કેસમાં કોભાંડની રકમ 6000 કરોડ રૂપિયા હોઈ શકે છે.
આ પહેલા બુધવારે EDએ દિલ્હી-NCR, મુંબઈ, પશ્ચિમ બંગાળ સહિત 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ મામલે છત્તીસગઢના ઘણા નેતાઓ અને અધિકારીઓની તપાસ ચાલી રહી છે.
અહેવાલો મુજબ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીના કેસમાં છત્તીસગઢના ઘણા ઉચ્ચ પદ પર ના રાજકારણીઓ અને અમલદારો સંડોવાયેલા છે. EDએ અગાઉ કહ્યું હતું કે એપ દ્વારા કથિત ગેરકાયદેસર નાણાંનો ઉપયોગ છત્તીસગઢમાં રાજકારણીઓ અને અમલદારોને લાંચ આપવા માટે કરવામાં આવ્યો હતો.
અહેવાલું મુબ એપના મુખ્ય પ્રમોટર્સ અને ઓપરેટરો છત્તીસગઢના જ છે. એજન્સીએ ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ સાથેના તેમના સંબંધો અંગે પૂછપરછ માટે ઘણી સેલિબ્રિટીઝ અને બોલિવૂડ કલાકારોને પણ સમન્સ પાઠવ્યા છે