આમચી મુંબઈ

મ્હાડાએ દંડની રકમ ₹ ૧૦ લાખથી ઘટાડી ₹ પાંચ લાખ કરી

જૂની ઈમારતોનો પુનર્વિકાસ: બિલ્ડરોને રાહત

મુંબઇ: મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)એ શહેરમાં જૂની ઇમારતોના પુન: વિકાસ માટે દસ લાખ રૂપિયાની રકમ વસૂલવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે, જેથી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (એનઓસી) સાથે તરત જ કામ શરૂ કર્યા વિના વધુ સમય લંબાવવામાં ન આવે. જોકે નવો ઓર્ડર જારી કરીને ડેવલપર્સને રાહત આપવામાં આવી છે. હવે પ્લોટના આધારે લઘુતમ.૫૦,૦૦૦ રૂપિયાથી વધુમાં વધુ છ લાખ રૂપિયા સુધીની ફી વસૂલવામાં આવશે. જો નિર્ધારિત સમયમાં બિલ્ડિંગ પૂર્ણ નહીં થાય તો દર વર્ષે પાંચ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

મ્હાડાના ઉપાધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી સંજીવ જયસ્વાલે આ અંગે આદેશ જારી કર્યો છે. આ મુજબ હવે ડેવલપરોએ આપેલ સમયમર્યાદામાં બાંધકામ શરૂ કરીને પૂર્ણ કરવાનું રહેશે.

અન્યથા ફી ભરવી પડશે. શહેરમાં જૂની ઇમારતોના પુન:વિકાસ માટે, વિકાસકર્તાઓએ મુંબઈ બિલ્ડિંગ રિપેર બોર્ડ પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું પડશે. તે સિવાય મહાનગરપાલિકા દ્વારા
બિલ્ડિંગ પ્લાન મંજૂર કરવામાં આવતા નથી કે બાંધકામ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યા બાદ પણ વાસ્તવમાં કામ શરૂ કર્યા વગર એક્સટેન્શન લેવામાં આવે છે. તેના માટે માત્ર ૨૦,૦૦૦ રૂપિયા ફી હતી, જે દસ લાખ કરવામાં આવી હતી. તેમાં ઘટાડો કરીને હવે પ્લોટની સાઈઝ પ્રમાણે લઘુતમ ૫૦,૦૦૦ (૫૦૦ ચોરસ મીટર સુધી)થી વધુમાં વધુ છ લાખ રૂપિયા (આઠ હજાર ચોરસ મીટરથી વધુ) વસૂલવામાં આવશે.

જો જૂના પ્રોજેક્ટમાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એક વર્ષ માટે લેપ્સ થઈ ગયું હોય, તો રૂ. ૧ લાખની રકમ વસૂલવામાં આવશે અને પાંચ લાખની રકમ હવે નિશ્ર્ચિત છ મહિનાની અંદર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ રિન્યૂ કરવા માટે વસૂલવામાં આવશે. બિલ્ડિંગ રિપેર બોર્ડ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવ્યા પછી આપેલ સમયમર્યાદામાં બાંધકામ શરૂ કરવું અને પૂર્ણ કરવું ફરજિયાત છે. આ સમયગાળા દરમિયાન વર્ષનું ભાડું તેમજ આગામી બે વર્ષનું ભાડું ચૂકવવું જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button