મઢ-વર્સોવા ફક્ત ૧૦ મિનિટમાં કેન્દ્રીય પર્યાવરણ વિભાગની મંજૂરી મળી ગઈ
કોસ્ટલ રોડના બીજા તબક્કાના કામ માટે ક્ધસલ્ટન્ટની નિમણૂક
મુંબઈ: દક્ષિણ મુંબઈના પ્રિન્સેસ સ્ટ્રીટથી વરલી સી લિંકના છેડા સુધી બની રહેલા કોસ્ટલ રોડનું ૮૪ ટકા કામ થઈ ગયું છે અને પહેલા તબક્કામાં એક લેનનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૯ ફેબ્રુઆરીના ઉદ્ઘાટન થવાનું છે. હવે પાલિકા કોસ્ટલ રોડના બીજા તબક્કાનું કામ ઝડપથી પાર પાડવા માગે છે, જે હેઠળ પાલિકા કોસ્ટલ રોડ પ્રોજેક્ટના બીજા તબક્કામાં ટ્વીન ટનલ અને ગોરેગામ-મુલુંડ લિંક રોડ માટે ટ્વીન ટનલ (બોક્સ ટનલ) માટે પ્રોજેક્ટ મેનેજર ક્ધસ્લટન્ટની નિમણૂક કરવાની છે. આ ક્ધસ્લટન્ટ કૉન્ટ્રેક્ટ ડિઝાઈનને અંતિમ સ્વરૂપ આપવા ઉપરાંત કામની પ્રગતિ પર નજર રાખશે.
પાલિકાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં કોસ્ટલ રોડ ફેઝ-૨ માટે ચાર કૉન્ટ્રેક્ટરોને નક્કી કર્યા હતા. ૧૮.૪૭ કિલોમીટરના વર્સોવાથી દહિસરને ગોરેગામ-મુલુંડ લિંક રોડ સાથે જોડવા માટે ૪.૪૬ કિલોમીટરનો ક્નેકટર રોડ પણ બનાવવામાં આવવાનો છે. વર્સોવા-દહિસર લિં૦ ક રોડમાં ડબલ એલિવેટેડ રસ્તાઓ, કેબલ સ્ટેયડ બ્રિજ, મલાડથી કાંદીવલીમાં મેનગ્રોન્ઝ ખાડીની નીચે અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવવાની છે, જે ગોરેગામ-મુલુંડ લિંક રોડને જોડવાનું કામ કરશે.
વર્સોવાથી દહિસર લિંક રોડનું છ પેકેજમાં કામ કરવામાં આવવાનું છે, જેમાં દરેક પેકેજમાં સી અને ડી ૩.૬૬ કિલોમીટરની ટ્વીન ટનલનો સમાવેશ થાય છે. માઈન્ડ સ્પેસ અને ચારકોપ (કાંદીવલી) વચ્ચે ઉત્તર અને દક્ષિણ તરફ કેરેજ-વે બનાવવામાં આવશે. ખાનગી કંપનીને તે માટે ૫,૮૨૧ કરોડ રૂપિયાનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે.
પાલિકા પશ્ર્ચિમ ઉપનગરમાં ગોરેગામ ફિલ્મ સીટીથી પૂર્વીય ઉપનગરમાં મુલુંડ ખિંડીપાડા સુધી અંડરગ્રાઉન્ડ ટ્વીનટનલ પણ બનાવી રહી છે.
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાંબી પ્રતીક્ષા બાદ આખરે વર્સોવા-મઢ આઈલેન્ડ વચ્ચે બાંધવામાં આવનારા કેબલ સ્ટેડ બ્રીજને એનવાયમેન્ટ ઍન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટરી પાસેથી કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ક્લીયરન્સ મળી ગયું છે. પાલિકાને હવે
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને હાઈ કોર્ટ પાસેથી મંજૂરી મેળવવાની છે, કારણકે આ પ્રોેજેક્ટમાં મેનગ્રોવ્ઝને નુકસાન થવાનું છે. આ પુલને કારણે વર્સોવાથી મઢ વચ્ચેનો પ્રવાસનો સમય દોઢ કલાકથી હવે સીધો ૧૦ મિનિટનો થઈ જવાનો છે.
મુંબઈનો જ હિસ્સો હોવા છતાં મઢ-માર્વે જવા માટે સીધો કોઈ રસ્તો નથી. વર્સોવાથી મઢ-માર્વે જવા માટે હાલ સીધો રસ્તો ફેરીનો છે, તે પણ ચોમાસાના ચાર મહિના બંધ રહે છે. તો બીજો રસ્તો વેસ્ટર્ન એક્સપ્રેસથી અથવા એસ.વી. રોડથી ભાયંદર સુધી જઈને ફરીને મઢ-માર્વે આવવું પડે છે, જેમાં દોઢથી બે કલાકનો સમય નીકળી જાય છે. છેલ્લા અનેક વર્ષોથી અહીં પુલ બાંધવાની માગણી કરવામાં આવી રહી હતી.
પાલિકા વર્સોવા-મઢ વચ્ચે કેબલ સ્ટેડ પુલ બનાવવાની છે, જે ૧.૫ કિલોમીટર લાંબોે અને ૨૭.૫ મિટર પહોળો હશે. આ પુલ ચાર લેનનો હશે અને બંને બાજુએ બે-બે લેન હશે. આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે પર્યાવરણીય મંજૂરી મેળવવામાં પાલિકા વર્ષોથી મહેનત કરી હતી. આ ફુલ મેનગ્રોવ્ઝ કવર અને કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનમાંથી પસાર થાય છે. તેથી મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીએ પાલિકાને મેનગ્રોવ્ઝને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે બ્રીજ બાંધવા માટે પર્યાયી જગ્યા શોધવા માટે કહ્યું હતું.
મલાડ (પશ્ર્ચિમ)માં મઢ પરિસર અને અંધેરીમાં વર્સોવા આ કોસ્ટલ ઝોન છે. તેથી આ વિસ્તારના પ્રવાસીને બોટનો ઉપયોગ કરવો પડે છે. તેથી પાલિકાએ ડિઝાઈનમાં ફેરફાર કર્યા હતા અને તે બાદ ફેબ્રુઆરી ૨૦૨૩માં પાલિકાને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીની મંજૂરી મળી હતી.
વર્સોવ-મઢ બ્રિજ માટે કેન્દ્ર સરકારની કોસ્ટલ રેગ્યુરેટરી ઝોન પાસેથી ક્લીયરન્સ મળવાની સાથે જ પાલિકાને માર્વે રોડ ધારીવલી વિલેજમા માટે પુલ બાંધવાની પણ મંજૂરી મળી ગઈ છે. કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની મંજૂરીને કારણે ગોરેગામ ક્રીક પાસે ભગતસિંહ નગરની પાછળ ૩૬.૬ મીટરનો પુલ બાંધવાને પણમંજૂરી મળી ગઈ છે.
પર્યાવરણીય મંજૂરી મળી હોવા છતાં આ પ્રોજેક્ટમાં વર્સોવા અને મઢમાં માછીમાર સમુદાયનો સખત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, કારણકે પુલને કારણે તેમને તેમની બોટ પાર્ક કરવામાં તકલીફ થવાની શક્યતા છે. પાલિકા આ પુલ પાછળ લગભગ ૭૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.