Mukesh Ambani ના એન્ટિલિયાની બાજુમાં જ કોણે બનાવી આ આલીશાન બિલ્ડિંગ?

મુકેશ અંબાણી (Mukesh Ambani)ની ગણતરી દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિઓમાં કરવામાં આવે છે. અંબાણી પરિવારનો દરેક સભ્યની એક અલગ ફેન ફોલોઈંગ છે અને તેઓ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને અને ફેશનને કારણે ચર્ચામાં રહે છે. લાઈફ સ્ટાઈલ સિવાય અંબાણી પરિવાર તેમના મુંબઈ ખાતે આવેલા ઘરને કારણે પણ લાઈમ લાઈટમાં રહે છે.
Also read : Mukesh Ambani નહીં આ ખાસ વ્યક્તિ સાથે Nita Ambani દેખાયા એકદમ Happy Happy…
એન્ટિલિયાની ગણતરી દેશ-દુનિયાના મોંઘા ઘરોમાં કરવામાં આવે છે. આ ઘરની અંદાજિત કિંમત 15,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તમે એન્ટિલિયાની બાજુમાંથી પસાર થશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એન્ટિલિયાની બાજુમાં જ એન્ટિલિયા કરતાં પણ ઊંચી ઈમારત છે, શું તમને ખ્યાલ છે કે આ ઈમારત કોની છે?
ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘર એન્ટિલિયાની ગણતરી મોંઘા ઘરોમાં તો કરાય જ છે પણ એની સાથે સાથે જ આ ઘર સૌથી હાઈ-ટેક હોવાનું પણ કહેવાય છે. અનેક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ઘરમાં દુનિયાની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. ઘરના એક એક ખૂણામાંથી રઈસી અને અમીરી છલકાય છે.
એન્ટિલિયાની બાજુમાંથી પસાર થાવ ત્યારે તમારી નજર બાજુમાં આવેલી ઊંચી ઈમારત પર ચોક્કસ પડે. આ સાથે જ એ જાણાવાની ઈચ્છા પણ જોર કરી જાય કે ભાઈ આ ઈમારત કોની છે અને એમાં કોણ રહે છે? તો તમારી જાણ માટે કે આ ઈમારત લોઢા ગ્રુપની છે અને તે કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી, એવો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવી રહ્યો છે. પરિણામે જો તમે વિચારી રહ્યા હોવ કે આ ઈમારત કોઈ એક જ વ્યક્તિ કે પરિવારનું ઘર છે તો એવું જરાય નથી.
Also read : હવે આ અભિનેતાની કિસ થઈ વાયરલઃ બોલીવૂડમાં કિસ મેન્યા છવાયો કે શું?
ભાઈ આ મુકેશ અંબાણી છે અને મજાલ છે કે કોઈ એમના ઘરની બાજુમાં કે સામે લક્ઝુરિયસ, આલીશાન ઘર બનાવી શકે?