આમચી મુંબઈ
રોકાણ પર સારા વળતરની લાલચે લોકો સાથે રૂ. 52 લાખની ઠગાઇ: ચાર જણ વિરુદ્ધ ગુનો
થાણે: કાર રેન્ટલ ફર્મમાં રોકાણ પર સારા વળતરની લાલચે 30 જણ સાથે રૂ. 52 લાખની ઠગાઇ આચરવા અને અન્ય લોકોના નામનો ઉપયોગ કરીને લોન લેવા બદલ બે મહિલા સહિત ચાર જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
નવી મુંબઈના એપીએમસી પોલીસ સ્ટેશનમાં બુધવારે નિશા ગોસાવી, ભાગ્યશ્રી, ફારુક અને અંકુશ પવાર વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
આરોપીઓએ જૂન, 2022થી 30 લોકોને ટાર્ગેટ કર્યા હતા. પોતાની કાર રેન્ટલ ફર્મમાં રોકાણ પર સારા વળતરની લાલચ આરોપીઓએ આપી હતી અને લોકો પાસેથી રૂ. 52.43 લાખ લીધા હતા. જોકે આરોપીઓ તેમને વાહનો આપવામાં નિષ્ફળ રહ્યા હતા.
આરોપીઓએ ઇલેક્ટ્રિક સ્કૂટરો ખરીદવાને બહાને અન્ય 12 લોકોના નામે લોન પણ મેળવી હતી. જોકે તેમણે નાણાંનો દુરુપયોગ કર્યો હતો. (પીટીઆઇ)