આમચી મુંબઈમહારાષ્ટ્ર

2019ની સરખામણીએ આ ચૂંટણીમાં ઓછું મતદાન મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારીમાં ઘટાડો નોંધાયો

મુંબઈ: સોમવારે લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન દરમિયાન મુંબઈની છ બેઠકો તેમ જ મુંબઈ મેટ્રોપોલિટન રિજનની ચાર એમ કુલ દસ બેઠકો પર મતદાન યોજાયું. આ સાથે જ મહારાષ્ટ્ર નાશિક, દિંડોરી, ધુળેમાં પણ મતદાન યોજાયું અને મહારાષ્ટ્રની તમામ 48 બેઠકો પર મતદાનનો દોર પૂરો થયો. જોકે, આ વખતે મહારાષ્ટ્રમાં થયેલું કુલ મતદાન ગઇ લોકસભાની ચૂંટણી દરમિયાન થયેલા મતદાનની સરખામણીમાં ઓછું હોવાનું જણાયું છે.

2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં થયેલા મતદાનની સરખામણીએ આ વખતની લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઘટી હોવાનું આંકડાઓ પરથી જણાય છે. ગરમી, પક્ષ પલટો, શિવસેના અને એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના બે ફાંટા પડી બે નવા પક્ષનું નિર્માણ, મતદારોમાં ઉદાસીનતા વગેરે કારણોસર મતદાન ઘટ્યું હોવાનું કહેવામાં આવે છે, પરંતુ તેનું કોઇ ચોક્કસ કારણ હાલ જણાવી શકાય તેમ નથી.

પાંચમા તબક્કાના મતદાન દરમિયાન મહારાષ્ટ્રમાં કુલ 54.33 ટકા મતદાન નોંધાયુ. 13 બેઠકો પર થયેલા મતદાનમાં આ ટકાવારી નોંધાઇ હતી જે ગયા વખતના લોકસભાની ચૂંટણી દરમિયાન થયેલા મતદાનની સરખામણીમાં ઓછી છે. 2019માં આ ટકાવારી 55.67 ટકા હતી. એટલે કે ટકાવારીમાં 1.34 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ વખતે પાંચમા તબક્કાના મતદાન દરમિયાન મુંબઈની છ બેઠકો પર 52.27 ટકા મતદાન થયું હતું. આ આંકડો 2019માં 55.38 હતો. ઉલ્લેખનીય છે કે આ વખતે એસટી અનામત ધરાવતી બેઠક દિંડોરીમાં સૌથી વધુ મતદાન નોંધવામાં આવ્યું હતું. દિંડોરીમાં 62.66 ટકા મતદાન થયું હતું. જ્યારે કલ્યાણમાં સૌથી ઓછું 47.08 ટકા મતદાન નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે દિંડોરીમાં ભાજપે કેન્દ્રીય પ્રધાન ભારતી પવારને ઉમેદવારી આપી હતી. જ્યારે તેમની સામે શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા ભાસ્કર ભગારેને ઊભા રાખવામાં આવ્યા હતા.

દિંડોરી સિવાય વધુ એક આદિવાસી બહુમતિ ધરાવતા ક્ષેત્ર પાલઘરમાં પણ મતદાનની ટકાવારી સારી જોવા મળી હતી. પાલઘરમાં 61.65 ટકા મતદાન થયું હતું.

ઉલ્લેખનીય છે કે મતદાન પૂરું થવાનો સમય છ વાગ્યાનો હોવા છતાં અનેક વિસ્તારોમાં લોકો છ વાગ્યા બાદ પણ મત આપવા માટે લાઇનોમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા. ચૂંટણી પંચના નિયમ મુજબ જ્યાં સુધી લાઇનમાં ઊભી રહેલી છેલ્લી વ્યક્તિ પોતાનો મત ન આપે ત્યાં સુધી મતદાનની પ્રક્રિયા પૂરી થતી નથી.

ક્યાં કેટલું મતદાન

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button