આમચી મુંબઈનેશનલસ્પેશિયલ ફિચર્સ

…તો Passenger’sને Trainમાં કન્ફર્મ મળશે Lower Berth!

મુંબઈઃ ભારતીય રેલવે (Indian Railway) દુનિયાનું સૌથી વિશાળ રેલવે નેટવર્કમાંથી એક છે. દરરોજ કરોડોની સંખ્યામાં પ્રવાસીઓ ભારતીય રેલવે દ્વારા દોડાવવામાં આવતી એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરે છે. રેલવે દ્વારા તમામ પ્રવાસીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે જેથી પ્રવાસીઓનો પ્રવાસ આરામદાયક બને… પણ જો તમે સિનિયર સિટીઝન (Senior Citizen)છો તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે. ઓનલાઈન ટિકિટ બુક કરાવતી વખતે જો તમે નાનકડી વાતનું ધ્યાન રાખશો તો તમને કન્ફર્મ લોઅર બર્થ જ મળશે… આવો જોઈએ શું છે આ વાત જાણીએ-
રેલવે દ્વારા સિનિયર સિટિઝન્સ માટે અનેક નિયમ બનાવ્યા છે જેને કારણે એમનો પ્રવાસ સરળ બને છે.

IRCTC દ્વારા પણ સિનિયર સિટીઝનને લોઅર બર્થ એલોટ કરવાની ભલામણ કરવામાં આવી છે પણ ઘણી વખત લોઅર બર્થનો ઓપ્શન સિલેક્ટ કર્યો હોવા છતાં પણ આપણને લોઅર બર્થ નથી મળતી તો આખરે આવી પરિસ્થિતિમાં કરવું શું કે કન્ફર્મ લોઅર બર્થ સીટ મળે?

આ બાબતે એક અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જો તમે જનરલ ક્વોટામાં ટિકિટક બુક કરાવો છો અને લોઅર બર્થનો ઓપ્શન સિલેક્ટ કરશો તો તમને એમાં સીટ અવેલેબલ હશે તો જ લોઅર બર્થ આપવામાં આવશે. પણ એને બદલે જો તમે ટિકિટ બુક કરાવતી વખતે Reservation Choice Book only if lower berth is allottedનો ઓપ્શન સિલેક્ટ કરો છો તો તમને કન્ફર્મ લોઅર બર્થ સીટ જ આપવામાં આવશે.

આ પણ વાંચો : Tejas, Rajdhani Express નહીં, 98% Occupancy રેટ સાથે આ છે Indian Railwayની Most Popular Train…

રેલવેનું એવું કહેવું છે કે કોટા પ્રમાણે બુકિંગ કરાવનારાઓને જો એમની મનગમતી સીટ અવેલેબલ હોય ત્યારે જ એ સીટ આપવામાં આવે છે. આ સીટ ફર્સ્ટ કમ ફર્સ્ટ સીટના બેઝ પર આધારિત હોય છે.


આ સિવાય રેલવેનો હજી એક નિયમ છે જેના વિશે ખૂબ જ ઓછા પ્રવાસીઓને જાણ હોય છે અને આ નિયમ છે 45 વર્ષ કે એનાથી વધુ ઉંમરની મહિલા પ્રવાસીઓ કે ગર્ભવતી મહિલાઓ સંબંધિત. આ મહિલાોને પણ રેલવે દ્વારા ટ્રેનમાં લોઅર બર્થ આપવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે.


હવે જ્યારે પણ તમે રેલવેમાં ટિકિટ બુક કરો ત્યારે આ ઓપ્શનને ધ્યામાં રાખીને ટિકિટ બુક કરાવજો, તો તમારી લોઅર બર્થ કન્ફર્મ થશે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button