શોકિંગઃ પરિવારના વિરોધને કારણે વિક્રોલીમાં પ્રેમી યુગલે ભર્યું અંતિમ પગલું
મુંબઈ: પરિવારના સભ્યોનો વિરોધ સહન નહીં થવાથી રવિવારે વિક્રોલી રેલવે સ્ટેશન પર એક પ્રેમી યુગલે એક્સપ્રેસ ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લેવાનો ચોંકાવનારી ઘટના ઘટી હતી. કુર્લા રેલવે પોલીસે અકુદરતી મોતનો ગુનો નોંધી મામલાની તપાસ હાથ ધરી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ભાંડુપના હનુમાન નગર વિસ્તારમાં રહેતા હિતેશ દંડપલ્લી (20 વર્ષ)ને આ જ વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીર વયની કિશોરી સાથે પ્રેમ થઈ ગયો હતો. યુવતીના પરિવારને આ વાતની જાણ થોડા દિવસ પહેલા જ થઇ હતી. પરિવારે બંને વચ્ચેના સંબંધોનો વિરોધ કર્યો હતો અને યુવતીના બહાર નીકળવા પર મનાઈ ફરમાવી હતી.
Also read: અંધેરી, વરલી અને વિક્રોલીમાં નવા સ્વિમિંગ પૂલ ખુલ્લા મુકાશે
જાણ થતા કુર્લા રેલવે પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંને મૃતદેહોને બહાર કાઢીને રાજાવાડી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવારના વિરોધને કારણે બંનેએ આ પગલું ભર્યું હતું અને વધુ તપાસ ચાલી રહી હોવાનું કુર્લા રેલવે પોલીસે જણાવ્યું હતું.
મુંબઈ સબર્બન રેલવેમાં અકસ્માતોની સાથે સાથે ટ્રેનની સામે ઝંપલાવીને આત્મહત્યાના કિસ્સાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ ઉપરાંત, રેલવે સ્ટેશનના પરિસરમાં હત્યાના વધતા કિસ્સાને કારણે પોલીસ પ્રશાસનની કામગીરીમાં વધારો થયો છે, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.