આમચી મુંબઈ

સોનું અને એન્ટિક વસ્તુમાંથી નફાની લાલચે ૧.૦૫ કરોડ રૂપિયા ગુમાવ્યા

થાણે: સસ્તામાં સોનું અને એન્ટિક વસ્તુના વેચાણમાંથી સારા નફાની લાલચમાં નવી મુંબઈના રહેવાસીએે ૧.૦૫ કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. નવી મુંબઈના પનવેલ ખાતે રહેતા ભગવાન મુંઢેએ નોંધાવેલી ફરિયાદને આધારે પનવેલ સિટી પોલીસે ગુરુવારે નીરજ ખંડાગળે અને નીતુ કદમ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ મામલે તપાસ કરવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ફરિયાદમાં જણાવાયા મુજબ ૨૦૧૯માં એક મિત્ર મારફત ફરિયાદીની ઓળખ આરોપી ખંડાગળે સાથે થઈ હતી. મિત્રતા કર્યા પછી ખંડાગળેએ ગોવામાં તેમના સગાને પુરાતન કાળનો સોનાથી ભરેલો ઘડો મળ્યો હોવાનું ફરિયાદીને કહ્યું હતું. આ સોનું સસ્તા ભાવે ખરીદવાને બહાને ફરિયાદી પાસેથી અમુક લાખ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં ખંડાગળેએ ફરિયાદીનો મોબાઈલ નંબર આરોપી નીતુ કદમને આપ્યો હતો. નીતુએ અજાણી બનીને ફોન પર ફરિયાદી સાથે મિત્રતા કરી હતી. પોતાની પાસે એન્ટિક વસ્તુ છે, જે વિદેશમાં વેચવાથી મોટી રકમ મળી શકે છે, એમ નીતુએ કહ્યું હતું. જોકે આ વસ્તુ વિદેશમાં વેચવા માટે અમુક રકમનું રોકાણ કરવાનું ફરિયાદીને
કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button