જોઈ લો, ટ્રેક ક્રોસ કરતા પ્રવાસીનું શું થયું?, વીડિયો વાઈરલ
મુંબઈઃ હેડિંગ વાચીને ચોંકી ગયા ને પણ મુંબઈ સબર્બન રેલવેમાં રેલવેના પાટા ક્રોસ કરવાનું એ જોખમ જ નહીં, પણ મોતને આમંત્રણ આપવા જેવું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક પ્રવાસી રેલવેના પ્લેટફોર્મ પરથી ઉતરીને ટ્રેક ક્રોસ કરે છે ત્યારે તે મોતને ભેટે છે.
વાઈરલ થયેલા વીડિયો જુઈનગર રેલવે સ્ટેશનનો છે. હાર્બર લાઈનના જુઈનગર રેલવે સ્ટેશને એક પ્રવાસી પ્લેટફોર્મ પરથી ઉતરીને ટ્રેક પર ઉતરે છે. ટ્રેક પર ઉતર્યા પછી લોકલ ટ્રેન આવી જાય છે અને અચાનક મોતને ભેટે છે. આજે આ વીડિયો વાઈરલ થયો છે જે 25 ડિસેમ્બરનો છે. 25 ડિસેમ્બરના જુઈનગર રેલવે સ્ટેશનનો છે, જેમાં એક પ્રવાસી ટ્રેક ક્રોસ કરીને બીજા પ્લેટફોર્મ પર જવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેના પરથી ટ્રેન પસાર થઈ જતા ત્રણ ટુકડા થઈ જાય છે.
આ મુદ્દે રેલવે પોલીસે કહ્યું હતું કે આ બનાવ તો 25 ડિસેમ્બરનો છે. પ્રવાસીની ભૂલના કારણે મોતને ભેટે છે. તેના પરથી ટ્રેન પસાર થવાને કારણે તેના ત્રણ ટુકડા થઈ ગયા હતા. આ બનાવ પછી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત થયું હતું. આ મુદ્દે રેલવેના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે મુંબઈ રેલવેમાં રેગ્યુલર ટ્રેનની અવરજવર રહે છે, તેથી પ્રવાસીઓએ જીવના જોખમે ટ્રેક ક્રોસ કરવા નહીં.
ઉલ્લેખનીય છે કે 2022માં 1,118 લોકો ટ્રેક ક્રોસ કરતા મોતને ભેટ્યા હતા, જ્યારે 2023માં 1,277 લોકોનાં મોત થયા હતા. વર્ષ 2023માં રેલવે લાઇન કોર્સ કરતી વખતે પશ્ચિમ રેલવેમાં 495 અને મધ્ય રેલવેમાં 782 એક કુલ 1,277 લોકોના મૃત્યુ થયા હતા.
2023માં રેલવે અકસ્માતથી મૃત્યુ પામનારી સંખ્યા 2,590 જેટલી રહી હતી, જ્યારે વર્ષ 2022ના મુંબઈ રેલવેમાં મૃત્યુ થયેલા લોકોની સંખ્યા 2,507 હતી. વીતેલા વર્ષે 2,590 લોકો અકસ્માતે મોતને ભેટ્યા હતા, પરંતુ 1,277 લોકો ટ્રેક ક્રોસ કરતા મૃત્યુ પામ્યા હતા. રેલવેના પાટા ઓળંગવાનું બંધ થાય તો રેલવે પ્રશાસન પણ રાહતનો દમ લઈ શકે, એમ અધિકારીએ જણાવ્યું હતું.