મુંબઈ-પુણે એક્સપ્રેસવૅ પર બે કંટેનરમાંથી 57 ટન ગૌમાંસ જપ્ત…

પુણે: મુંબઈ-પુણે એક્સપ્રેસવૅ પર લોનાવલા ગ્રામીણ પોલીસે બે ક્ધટેઇનરને આંતરીને 57 ટન ગૌમાંસ જપ્ત કર્યું હતું. આ પ્રકરણે ગુનો દાખલ કરીને બંને કંટેનરના ડ્રાઇવરોને તાબામાં લેવાયા હતા, એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
પુણેના ગૌરક્ષકે લોનાવલા ગ્રામીણ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને મુંબઈ-પુણે એક્સપ્રેસવૅ પરથી પસાર થનારા બે એસી ક્ધટેઇનર વિશે જણાવ્યું હતું. બંને ક્ધટેઇનરમાં ગૌમાંસ લવાઇ રહ્યું હોવાની તેણે શંકા વ્યક્ત કરી હતી.
દરમિયાન પોલીસની ટીમે એક્સપ્રેસવૅ પર બંને ક્ધટેઇનરને આંતર્યા હતા. કંટેનરમાં ભેંસનું માંસ હોવાનું જણાવીને ડ્રાઇવરે જરૂરી દસ્તાવેજો પોલીસને દેખાડ્યા હતા. જોકે ગૌરક્ષકે માંસ અંગે શંકા વ્યક્ત કરતાં તેના નમૂના લઇને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તપાસમાં તે ગૌમાંસ હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે કંટેનરના ડ્રાઇવર નદીમ કલીમ અહમદ તથા નાસીર અહમદને તાબામાં લીધા હતા.
આ ગૌમાંસ હૈદરાબાદથી આવ્યું હોવાનું તપાસમાં જણાયા બાદ ત્યાંની કંપનીના માલિક તથા અન્ય લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો : નાંદેડમાં ‘વિચિત્ર’ દુર્ઘટનાઃ ટ્રેક્ટર કૂવામાં ખાબકતા આઠનાં મોત, રેસ્ક્યૂ ઓપરેશન જારી