આમચી મુંબઈ

ક્યારેક બેડમિન્ટન રમવાનું તો ક્યારેક લોકલ ટ્રેનમાં મુસાફરી, આ રીતે સુપ્રિયા સુળે કરે છે ચૂંટણી પ્રચાર

મુંબઈ: Supriya Sule Local Trian Campaign: બારામતીથી ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા સુપ્રિયા સુળે (Supriya Sule, MP Baramati) આ વખતે તેમની ભાભી અને અજિત પવારની પત્ની સુનેત્રા પવાર સામે ચૂંટણી લડી શકે છે. તમને જણાવી દઈએ કે NCPમાં વિભાજન થયા બાદ જ અજિત પવારના જૂથે સુનેત્રા પવારને બારામતીથી ઉમેદવાર જાહેર કર્યા હતા.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મંગળવારે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી (Supriya Sule Local Trian Campaign). આ દરમિયાન તેમણે મુસાફરો સાથે વાત પણ કરી હતી. બારામતી લોકસભાના સાંસદે યાવત અને દૌંડ તાલુકા વચ્ચે પુના દૌંડ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી. ટ્રેનમાં તેમણે મુસાફરોની સમસ્યાઓ વિશે વાત કરી અને તેમની સાથે ચર્ચા પણ કરી.

મીડિયા સાથે વાત કરતાં સુનેત્રા પવારે કહ્યું કે, જો તમે અમને સમર્થન આપો તો અમે તમારી સમસ્યાઓ ઉકેલવા માટે કામ કરીશું. પોતાના પતિ અજિત પવાર દ્વારા કરવામાં આવેલા કામ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે તેમને તેમના પતિ પર ગર્વ છે. સુનેત્રાએ વધુમાં ઉમેર્યું, “જ્યારે હું અજીત દ્વારા કરવામાં આવેલ કામ જોઉં છું, ત્યારે મને તેના પર ગર્વ થાય છે. મને લાગે છે કે તેણે હંમેશા છેવાડાના વ્યક્તિ સુધી પહોંચીને સમસ્યાઓનું નિરાકરણ કર્યું છે.”

NCP-શરદચંદ્ર પવાર વતી સુપ્રિયા સુળેને બારામતીથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પોતાની પુત્રી માટે વોટ માંગતા શરદ પવારે જનતાને તેમના નવા પક્ષના ચિન્હને મત આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું, જો તમને લાગે છે કે બધું કંટ્રોલમાં હોવું જોઈએ, તો હવે સમય આવી ગયો છે જ્યારે તમે મતદાન કરવા જાઓ અને તુતારીનું બટન દબાવો. સુપ્રિયા સુળેને બારામતી લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરતાં શરદ પવારે કહ્યું કે સુપ્રિયા એ બે-ત્રણ સાંસદોમાંથી એક છે જેઓ તેમના કામ માટે જાણીતા છે.

સુપ્રિયા સુલે હંમેશા નવી રીતે મતદારો સાથે જોડાય છે. અગાઉ તેણે બારામતીમાં યુવાનો સાથે બેડમિન્ટનની રમતમાં ભાગ લીધો હતો. (badminton game) બારામતીથી ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા સુપ્રિયા સુલે આ વખતે તેમની ભાભી અને અજિત પવારની પત્ની સુનેત્રા પવાર સામે ચૂંટણી લડી શકે છે. તમને જણાવી દઈએ કે NCPમાં વિભાજન થયા બાદ જ અજિત પવારના જૂથે સુનેત્રા પવારને બારામતીથી ઉમેદવાર જાહેર કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker