Loksabha Election: મહારાષ્ટ્રમાં સાંજે પાંચ વાગ્યા સુધી 52.49 ટકા મતદાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભા ચૂંટણીના સોમવારે સાંજે પૂરા થયેલા ચોથા તબક્કાના મતદાનમાં સાંજે પાંચ વાગ્યા સુધી સરેરાશ 52.49 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે છ વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં કેટલાક સ્થળે ઈવીએમ ખોટકાવાના બનાવ નોંધાયા હતા તે સિવાય મતદાન શાંતિપુર્વક પાર પડ્યું હતું.
ચોથા તબક્કામાં રાજ્યની 11 લોકસભા મતદાર સંઘમાં થયેલી ચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધી થયેલા સરેરાશ મતદાનમાં સૌથી વધુ નંદુરબારમાં 60.60 ટકા મતદાન થયું હતું જ્યારે સૌથી ઓછું શિરુરમાં 43.89 ટકા મતદાન થયું હતું. અન્ય મતદાર સંઘોમાંં જળગાંવમાં 51.98, રાવેરમાં 55.36 ટકા, જાલનામાં 58.85 ટકા, ઔરંગાબાદમાં 54.02 ટકા, માવળમાં 46.03 ટકા, પુણેમાં 44.90 ટકા, અહમદનગરમાં 53.27 ટકા, શિરડીમાં 52.27 ટકા અને બીડમાં 58.21 ટકા મતદાન નોંધાયું હોવાનું ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું.