લોકસભા ચૂંટણીઃ થાણે-કલ્યાણની બેઠક પર ભાજપની શિંદે જૂથને નવી ઓફર?
મુંબઈઃ મહાયુતિ ગઠબંધન (ભારતીય જનતા પાર્ટી, શિવસેના એકનાથ શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ) વચ્ચે લોકસભા ચૂંટણીમાં સીટોની વહેંચણી બાબતે હજુ સુધી નક્કર કોઈ નિર્ણય શક્યા નથી. ચૂંટણીને માત્ર એક મહિના જેટલો જ સમય બાકી રહેતા ભાજપ અને શિંદે જૂથ વચ્ચે થાણે-કલ્યાણ અને રત્નાગિરી-સિંધુદુર્ગની સીટ પર નવી માગણીઓ શરૂ થઈ છે.
શિવસેનાના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ગઢ તરીકે ઓળખાતી થાણે-કલ્યાણની બઠેકને બદલે ભાજપે શિંદે જૂથને રત્નાગિરી-સિંધુદુર્ગ સીટ આપશે એવી ચર્ચા શરૂ થઈ છે, પણ શિંદે જૂથ થાણે-કલ્યાણમાંથી કોઈ એક બેઠક ભાજપને આપે આવે એવી માગણી પર ભાજપ મક્કમ બેઠી છે.
મહાયુતિ વચ્ચે ધીમે ધીમે બેઠકની વહેંચણીનો મુદ્દો ઉકેલાઈ રહ્યો છે. શિંદે જૂથે નાશિકની બેઠક એનસીપી માટે અને દક્ષિણ મુંબઈની બેઠક ભાજપ માટે છોડવાની તૈયારી દાખવી છે, પણ થાણે-કલ્યાણ આ બે બેઠક શિંદે જૂથ પાસે જ આવે તેના માટે જોરદાર પ્રયત્ન ચાલી રહ્યા છે.
થોડા સમય પહેલા ભાજપ દ્વારા રત્નાગિરી-સિંધુદુર્ગની સીટ પર કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને ઉમેદવાર બનાવવાની તૈયારી કરવામાં આવી હતી, પણ 2019માં આ બેઠક શિવસેના પાસે હતી જેથી આ બેઠક પર ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતના ભાઈ કિરણ સામંતને ઉમેદવાર બનાવવાની માગણી શિંદે જૂથે કરી હતી.
શિંદે જૂથની આ માગણી પણ ભાજપે આ સીટને ત્યજી દીધી હતી, પણ હવે આ સીટ છોડવાને બદલે ભાજપે થાણે અથવા કલ્યાણમાંથી કોઈ એક સીટ શિંદે જૂથ તેમને આપે એવો પ્રસ્તાવ રાખ્યો હોવાની માહિતી, સૂત્રોએ આપી હતી.
થાણે-કલ્યાણની પર શિંદે જૂથ અને ભાજપ બંને પક્ષોને જોઈએ છે. જોકે થાણેની બેઠક શિંદેનો ગઢ છે અને એકનાથ શિંદેના દીકરા શ્રીકાંત શિંદે કલ્યાણના સાંસદ છે, જેથી તેઓ આ આ બેમાંથી એક પણ બેઠક છોડે એવી ખૂબ જ ઓછી શક્યતા છે. મુખ્ય પ્રધાન શિંદેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાબતે આ મુદ્દે ચર્ચા કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.