Lok Sabha Election Result: મુંબઈ ટ્રાફિક પોલીસની જાણો Advisory & routes…
મુંબઈ: લોકસભાની ચૂંટણી (Lok Sabha Election Result)ના મત ગણતરી નેસ્કો એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાનાર હોવાથી તેની તૈયારીને ધ્યાનમાં રાખીને મુંબઈ ટ્રાફિક પોલીસે વાહનોની અવરજવરને સરળ બનાવવા માટે ટ્રાફિક પ્રતિબંધો (Traffic Adivisory)ની જાહેરાત કરી છે.
આવતીકાલે સવારના ૬ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી શંકરવાડીથી દહિસર ચેક નાકા સુધીના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇ-વે પર ખાનગી બસો અને ભારે વાહનોને પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે.
આ પગલાનો હેતુ ભીડને ઓછી કરવાનો અને આ નિર્ણાયક સમયગાળા દરમિયાન ટ્રાફિકના સુવ્યવસ્થિત સંચાલનની ખાતરી કરવાનો છે. પોલીસે મુસાફરોને સલાહ આપી છે કે તેઓ તે મુજબ તેમની મુસાફરીનું આયોજન કરે અને નિર્ધારિત પ્રતિબંધોનું પાલન કરે.
મુંબઈ ટ્રાફિક પોલીસના અધિકૃત એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલ ટ્રાફિક એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે શાકભાજી, દૂધ, બેકરી ઉત્પાદનો, પીવાનું પાણી, પેટ્રોલિયમ ઉત્પાદનો, એમ્બ્યુલન્સ, સરકારી અને અર્ધ સરકારી વાહનો અને સ્કૂલ બસો જેવી આવશ્યક સેવાઓ પૂરી પાડતા વાહનોને ઉપરોક્ત પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે. વાહનચાલકોને આથી વિનંતી કરવામાં આવે છે કે તેઓ કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોની નોંધ લે અને પોલીસને સહકાર આપે.