આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Loksabha Election 2024 : પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 48.88% મતદાન, મુંબઇએ ફરીથી નિરાશ કર્યા

મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 48.88% મતદાન, મુંબઇએ ફરીથી નિરાશ કર્યા

મુંબઇઃ રાજ્યમાં લોકસભા ચૂંટણીના પાંચમા અને અંતિમ તબક્કામાં 13 લોકસભા મતવિસ્તારોમાં મતદાન પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સાંજે 7 વાગ્યા સુધી સૌથી ઓછું 48.88% મતદાન નોંધાયું છે. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને અભિનેતા અક્ષય કુમાર જેવા જાણીતા વ્યક્તિઓએ મતદાનના પ્રારંભિક કલાકોમાં પોતાનો મત આપ્યો હતો. અન્ય પ્રારંભિક મતદારોમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ગવર્નર રામ નાઈક, અભિનેત્રી જહાન્વી કપૂર, અભિનેતા-ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર વગેરેનો સમાવેશ થાય છે.

મુંબઈમાં લોકસભા મતવિસ્તારની ચૂંટણીમાં ભાગ લેવા માટે મતદારો સવારે 7 વાગ્યા પહેલા મતદાન મથકો પર મોટી સંખ્યામાં લાઈનમાં ઉભા હતા. મુંબઈ ઉત્તરમાંથી ભાજપના ઉમેદવાર પીયૂષ ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મુંબઈવાસીઓ દેશના સારા ભવિષ્ય માટે મતદાન કરી રહ્યા છે. મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર ઉજ્જવલ નિકમે પણ મતદારોને ખંતપૂર્વક મતદાન કરવા વિનંતી કરી હતી.

જોકે, મુંબઇએ ફરીથી એકવાર નિરાશ કર્યા છે. મુંબઈ ક્ષેત્ર અને ઉત્તર મહારાષ્ટ્રમાં ફેલાયેલા 13 મતવિસ્તારોમાંથી સૌથી વધુ મતદાન નાસિક જિલ્લાના ડિંડોરીમાં 57.06 ટકા હતું, જ્યારે સૌથી ઓછું થાણે જિલ્લાના કલ્યાણમાં, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના રાજકીય ક્ષેત્રે 43.04 ટકા મતદાન થયું હતું. મુંબઇની છ બેઠકો પર સરેરાશ 52.27 ટકા મતદાન જ નોંધાયું છે.

પાંચમા તબક્કામાં કુલ 13 લોકસભા સીટ પર મતદાનની ટકાવારી આ પ્રમાણે છેઃ
ધુળે- 56.61 ટકા
ડિંડોરી- 62.66 ટકા
નાશિક- 57.10 ટકા
પાલઘર- 61.65 ટકા
ભિવંડી- 56.41 ટકા
કલ્યાણ- 47.08 ટકા
ઉત્તર મુંબઈ-55.21 ટકા
મુંબઈ ઉત્તર મધ્ય -51.42 ટકા
મુંબઈ ઉત્તર પૂર્વ -53.75 ટકા
મુંબઈ ઉત્તર પશ્ચિમ -53.67 ટકા
મુંબઈ દક્ષિણ -47.70 ટકા
મુંબઈ દક્ષિણ મધ્ય -51.88 ટકા


હંમેશની જેમ અર્બન કૂલ મિત્રો મતદાનના દિવસે વેકેશન મોડમાં જતા રહ્યા હતા. મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઇ કરતા વધારે ટકા મતદાન તો જમ્મુ કાશ્મીરના એલઓસીની નજીકના આતંકવાદ પ્રભાવી વિસ્તાર બારામુલ્લામાં નોંધાયું છે. અહીંના લોકો નિર્ભયપણે મતદાન કરવા માટે બહાર આવ્યા છે. બારામુલ્લામાં રેકોર્ડ 59 ટકા મતદાન નોંધાયું છે. અગાઉ અહીં ક્યારેય 15 ટકાથી વધુ મતદાન નોંધાયું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button