લોકસભા ચૂંટણી 2024ઃ મહારાષ્ટ્રની 13 બેઠકો પર સવારે 11 વાગ્યા સુધી 15.93 ટકા મતદાન
લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે મહારાષ્ટ્રની 13 બેઠકો પર મતદાન છે. મહારાષ્ટ્રમાં 24,553 મતદાન કેન્દ્રોમાં સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન આજે 20 મે, 2024ના રોજ સવારે 7.00 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. કુલ 13 બેઠકો પર પાંચમા તબક્કાની બેઠકો પર સવારે 11 વાગ્યા સુધી સરેરાશ 15.93 ટકા મતદાન થયું છે. પાંચમા તબક્કામાં કુલ 13 લોકસભા મતવિસ્તારની ટકાવારી નીચે મુજબ છે.
પાંચમા તબક્કામાં કુલ 13 લોકસભા મતવિસ્તાર મુજબની ટકાવારી નીચે મુજબ છે
ધુળે- 17.38 ટકા
ડિંડોરી- 19.50 ટકા
નાસિક- 16.30 ટકા
પાલઘર- 18.60 ટકા
ભિવંડી- 14.79 ટકા
કલ્યાણ- 11.46 ટકા
થાણે-14 ટકા
ઉત્તર મુંબઈ- 18.14 ટકા
ઉત્તર-પશ્ચિમ મુંબઈ- 17.53 ટકા
ઉત્તર-પૂર્વ મુંબઈ – 17.01 ટકા
ઉત્તર-મધ્ય મુંબઈ – 15.73 ટકા
દક્ષિણ-મધ્ય મુંબઈ- 16.69 ટકા
દક્ષિણ મુંબઈ – 12.75 ટકા