લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાઈ શકે: ઉદ્ધવ ઠાકરે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાઈ શકે: ઉદ્ધવ ઠાકરે

મુંબઈ: વિપક્ષો વારંવાર એવી આશંકા વ્યક્ત કરતા રહ્યા છે કે દિલ્હીની ભાજપ સરકાર ‘એક દેશ-એક ચૂંટણી’ના પોતાના ધ્યેયને સિદ્ધ કરવા બધી વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી સાથે યોજી શકે છે, અથવા મોટાભાગની વિધાનસભાઓની ચૂંટણી લોકસભા સાથે કરાવી શકે છે. જે દિવસે ભાજપે ચારમાંથી ત્રણ રાજ્યોમાં ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો, તે દિવસે ફરી એકવાર શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘વાતાવરણ’નો લાભ લઈને, ભાજપની આગેવાની હેઠળનું કેન્દ્ર લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજી શકે છે. ઉદ્ધવે તેમના પક્ષના કાર્યકરોને તેના માટે તૈયાર રહેવા પણ જણાવ્યું હતું. ઉદ્ધવે ચૂંટણી જીતનાર પક્ષોને અભિનંદન પાઠવ્યા હતા. ઉદ્ધવે ફરી એકવાર ભાજપના સરમુખત્યારશાહી શાસન સામે લડવાના નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો તેમણે શિંદેની આગેવાની હેઠળના સેનાના જૂથને એમ કહીને ફટકાર લગાવી કે ‘દેશદ્રોહીઓ બીજાના વાસણ ધોઈ રહ્યા છે.’
લોકસભાની ચૂંટણી આવતા વર્ષે એપ્રિલમાં યોજાવાની છે, ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે ઑક્ટોબરમાં યોજાવાની છે. ઉદ્ધવ રવિવારે મોડી રાત્રે વિલે પાર્લેના દીનાનાથ મંગેશકર ઓડિટોરિયમમાં નવનિયુક્ત અધિકારીઓના સન્માન સમારોહ પછી બોલી રહ્યા હતા.
શિવસેનાનો જન્મ મરાઠી માણસોના સ્વાભિમાનને બચાવવા માટે થયો હતો. તેઓ (ભાજપ) હવે તેને સમાપ્ત કરવા માગે છે. પરંતુ અમે તેમની સામે લડીશું અને જીતીશું જેઓ મરાઠી ગૌરવને ખતમ કરવા માગે છે, એમ ઉદ્ધવે કહ્યું; અને ઉમેર્યું કે “હવે મહારાષ્ટ્ર આવો અમે તમને જમીન બતાવીશું, ઉદ્ધવે ૨૦૧૮ની વિધાનસભામાં ત્રણ રાજ્યોમાં ભાજપની હારની યાદ અપાવતા જણાવ્યું હતું કે પાંચ મહિના પછી લોકસભાની તેમણે ચૂંટણી જીતી હતી. વર્તમાન હાર એ સારો સંકેત હોઈ શકે છે. લોકો એટલા મૂર્ખ પણ નથી. આગામી લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ જીતી શકે છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button