આમચી મુંબઈમહારાષ્ટ્ર

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ મહાયુતિના ઘટકપક્ષો એકલા લડી શકે છે: અજિત પવાર

મહાયુતિના સાથી પક્ષો સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં એકલા હાથે જવા માટે મુક્ત: અજિત પવાર

પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે એવી સ્પષ્ટતા કરી હતી કે તેમની આગેવાની હેઠળની એનસીપી સહિત મહાયુતિના બધા જ ઘટક પક્ષો સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકલેપંડે લડવા માટે સ્વતંત્ર છે.

પિંપરી ચિંચવડ શહેરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોને સંબોધતા તેમણે એવી રજૂઆત કરી હતી કે સ્વતંત્ર હરીફાઈ કેડર્સને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.

લોકસભા અને રાજ્ય વિધાનસભામાં સહયોગી હોવા છતાં મહાયુતિના સભ્યો સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એકલેપંડે લડવા માટે સ્વતંત્ર છે, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: અજિત પવારે વિશાલગઢ કિલ્લાની મુલાકાત લીધી: હિંસા અસરગ્રસ્ત પરિવારોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી

અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મહાનગરપાલિકાઓ અને નગર પરિષદોની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ લાંબા સમયથી પડતર છે.

સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના, ભાજપ અને અજિત પવારની આગેવાનીવાળી એનસીપીનો સમાવેશ થાય છે.

અજિત પવારે એમ પણ ભારપૂર્વક કહ્યું કે પિંપરી ચિંચવડ તેમના નામનો પર્યાય છે.

પિંપરી ચિંચવડ એટલે અજિત પવાર અને અજિત પવાર એટલે પિંપરી ચિંચવડ. કોઈ આ હકીકતને નકારી શકે નહીં, એમ તેમણે ટાઉનશીપના વિકાસ માટે શ્રેયનો દાવો કરતા તેમના કાકા શરદ પવારને આડકતરો ટોણો માર્યો હતો.

શનિવારે પિંપરી ચિંચવડમાં એક રેલીને સંબોધતા શરદ પવારે કહ્યું હતું કે, અમારી સરકારે પિંપરી ચિંચવડનો ચહેરો બદલી નાખ્યો હતો. આ નાના ગામડાઓનો સંગ્રહ હતો. અમે આઈટી સેક્ટરને અહીં લાવ્યાં, અમે અહીંના યુવાનોને નોકરી આપી હતી.

અજિત પવારે કહ્યું હતું કે જ્યારે પણ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ હાથ ધરવામાં આવશે ત્યારે સમાજના તમામ વર્ગોમાંથી નવા અને જૂના ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવશે.

આ પણ વાંચો: ખેડૂતો અને મહાવિતરણ અંગે અજિત પવારે આપ્યું મહત્ત્વનું નિવેદન

બારામતીના સાંસદ સુપ્રિયા સુળેએ દાવો કર્યો હતો કે અજિત પવારે તેમના પિતાને બેઠકમાં વિકાસ ભંડોળના વિતરણ અંગેના પ્રશ્ર્નો પૂછવા સામે વાંધો ઉઠાવીને તેમનું અપમાન કર્યું હતું.

તેમણે એવો દાવો કર્યો હતો કે અજિત પવારે એક જીઆર (સરકારી ઠરાવ) ટાંક્યો હતો અને કહ્યું હતું કે સાંસદો અને વિધાનસભ્યો આ બેઠકો દરમિયાન ભંડોળ વિતરણ અથવા મત વિશે પ્રશ્ર્નો પૂછી શકતા નથી કારણ કે તેઓ માત્ર આમંત્રિતો છે.

શરદ પવારે રાજ્યસભાના સભ્ય તરીકે તેમની ક્ષમતા મુજબ બેઠકમાં હાજરી આપી હતી.

પોતાનું વલણ સ્પષ્ટ કરતાં અજિત પવારે કહ્યું હતું કે, સુપ્રિયા સુળેએ ગઈ કાલે એવો દાવો કર્યો હતો કે મેં પવાર સાહેબનું અપમાન કર્યું છે. હું એવી વ્યક્તિ સાથે આવું કેવી રીતે કરી શકું કે જેના માટે મને ખૂબ જ માન સન્માન છે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે સુળેના નિવેદનનો હેતુ ગેરસમજ ઊભી કરવાનો અને સહાનુભૂતિ મેળવવાનો હતો.


(પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે