લોકલ મોડી પડતાં પ્રવાસીઓને ફટકો: પણ ફરિયાદ કરવાનો સમય નથી પ્રવાસીઓ પાસે
મુંબઈ: મધ્ય રેલવે પર લોકલ ટે્રનો
દરરોજ મોડી દોડતી હોય છે, જેનો ફટકો લાખો પ્રવાસીઓને બેસતો હોય છે. નોકરી કરનારા કર્મચારીઓને કામના સમયે પહોંચવામાં વિલંબ થતો હોય છે. તેમ છતાં આ અંગે મધ્ય રેલવે પ્રશાસનને આંગળીને વેઢે ગણી શકાય એટલી જ (માત્ર 11 જેટલી લેખિત) ફરિયાદો મળતી હોવાની માહિતી મળી છે.
સીએસએમટીથી પનવેલ, કસારા, કર્જત માર્ગ પર હજારો લોકલ ફેરી દોડે છે. સાધારણ રીતે સવારે 8 વાગ્યાથી લોકલ મોડી દોડતી હોય છે. ત્યાર બાદ દિવસ દરમિયાન ટાઈમટેબલ અનુસાર તેના પર અસર થતી હોય છે. લોકલ કોઇ પણ સ્ટેશન મોડી પહોંચતી હોવાને કારણે પ્રવાસીઓની ભીડ વધી જતી હોય છે. આથી જ દોડતી લોકલમાંથી પડી જવાની, દરવાજા પાસે લટકીને પ્રવાસ કરતા સમયે થાંભલાનો જોરદાર માર લાગવા જેવી ઘટના બનતી હોય છે. આમાં પ્રવાસીઓનાં મૃત્યુ કે પછી તે ગંભીર રીતે ઘાયલ થઇ જતા હોય છે.
જોકે લોકલ ટે્રનો મોડી દોડતી હોવા અંગે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન 100થી પણ વધુ લેખિતમાં ફરિયાદ રેલવેને મળી છે. આમાં સૌથી વધુ 30થી વધુ ફરિયાદ આસનગાંવ સ્ટેશનથી મળી હતી. ત્યાર બાદ એલટીટી ખાતેથી 18 ફરિયાદ, વાસિંદ ખાતેથી 17, જ્યારે સીએસએમટી ખાતેથી 12 ફરિયાદ મળી હતી. ઉ