નાશિકમાં દારૂ અને સોના સહિત 49 કરોડની વસ્તુઓ જપ્ત: 17 હજાર લોકો સામે કાર્યવાહી…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીને પગલે લાગુ કરાયેલી આચારસંહિતા દરમિયાન નાશિકમાંથી પોલીસે રોકડ, દારૂ, સોનું અને શસ્ત્રો સહિત 49 કરોડ રૂપિયાની વસ્તુઓ જપ્ત કરી 17,000 વ્યક્તિ સામે કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો : મહાયુતિના સાથી પક્ષો મહારાષ્ટ્રની ચૂંટણી પછી સીએમ ચહેરા અંગે નિર્ણય લેશે: અમિત શાહ
નાશિક રૅન્જ ઈન્સ્પેક્ટર જનરલ (સ્પેશિયલ) દત્તાત્રય કરાળેેએ જણાવ્યું હતું કે 15 ઑક્ટોબરથી લાગુ કરાયેલી આચારસંહિતા દરમિયાન એમપીડીએ અને એમસીઓસીએ સહિત વિવિધ કલમો હેઠળ 17 હજાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમયગાળામાં 6.5 કરોડની રોકડ, ત્રણ કરોડ રૂપિયાનો ગાંજો અને ગુટકા, 5.5 કરોડ રૂપિયાનો દારૂ અને 34 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. એ સિવાય પોલીસે 233 જેટલાં શસ્ત્રો પણ જપ્ત કર્યાં હતાં.
આ પણ વાંચો : રાજ્યમાં 180 થી વધુ બેઠકો મળવા એમવીએનો દાવો…
રાજ્યમાં 20 નવેમ્બરે થનારી વિધાનસભાની ચૂંટણી દરમિયાન સુરક્ષાવ્યવસ્થાને ધ્યાનમાં રાખી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની 84 પ્લૅટૂન્સ નાશિકમાં ગોઠવી દેવાઈ છે. આરોપીઓની માહિતી પોલીસે પડોશનાં રાજ્ય ગુજરાત અને મધ્ય પ્રદેશની પોલીસને પૂરી પાડી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)