આમચી મુંબઈમનોરંજન

મેસ્સીનો જાદુઃ કરિના-ટાઇગરથી લઈને અજય દેવગણ સુધીના સેલેબ્સ મળવા પહોંચ્યા

દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેસ મેસ્સી ત્રણ દિવસની ઈન્ડિયા ટૂર પર છે અને પોતાના મનગમતા ખેલાડીની એક ઝલક જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. માત્ર ફેન્સ નહીં પણ સેલિબ્રિટિઝ પણ મેસીના ફેન છે. મેસીની ઈન્ડિયા ટૂર દરમિયાન પોલિટિશિયનથી લઈને બોલીવૂડ સ્ટાર્સ પણ મેસીને મળવા માટે પહોંચ્યા હતા, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

લિયોનેલ મેસી ગોટ ઈન્ડિયા ટૂર-2025 હેઠળ ત્રણ દિવસ માટે ભારતની મુલાકાત આવ્યો હતો અને આ ત્રણ દિવસ દરમિયાન મેસીએ કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હી જેવા ચાર શહેરોની મુલાકાત લીધી હતી.

આપણ વાચો: મેસ્સી અને વડા પ્રધાન મોદીની મુલાકાત ન થઇ શકી: આ કારણે ચાહકોની આશા પર ફર્યું પાણી

ગઈકાલે એટલે કે રવિવારે મેસી મુંબઈ પહોંચ્યો હતો અને મુંબઈમાં મેસીને મળવા માટે મુંબઈગરાની સાથે સાથે મોટા મોટા સેલેબ્સ પણ પહોંચ્યા હતા. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

બોલીવૂડ એક્ટ્રેસ કરિના કપૂર પોતાના બંને દીકરા તૈમુર અને જેહને લઈને લિયોનેસ મેસીને મળવા પહોંચી હતી. એટલું જ નહીં એક્ટ્રેસે દીકરાના મેસી સાથેના ફોટો વાઈરલ થઈ રહ્યા છે.

એકલી કરિના જ નહીં પણ બોલીવૂડ એક્ટ્રેસ ટાઈગર શ્રોફ અને અજય દેવગણે પણ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પણ પોતાના પરિવાર સાથે લિયોનેલ મેસીને મળવા માટે પહોંચી હતી. શાહિદ કપૂર પણ સંતાનો સાથે આ ઈવેન્ટમાં જોવા મળ્યો હતો.

આપણ વાચો: મેસ્સીનાં કાર્યક્રમમાં હોબાળો: રોષે ભરાયેલો ચાહક આખું કાર્પેટ ઉઠાવીને લઇ ગયો! જુઓ વિડીયો

મહારાષ્ટ્રના મુખ્ય દેવેન્દ્ર ફડણવીસ પણ પોતાના પત્ની અમૃતા સાથે આ ઈવેન્ટમાં હાજરી આપી હતી. તેમણે અજય દેવગણ અને ટાઈગર શ્રોફનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.

જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર મેસીને જોવા માટે ફેન્સ થોડા અપસેટ થયા હતા. તેમણે સોશિયસલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે તેઓ મેસીને જોવા માટે પહોંચ્યા હતા, નહીં તે બોલીવૂડ સેલેબ્સને જોવા માટે.

મુંબઈમાં થયેલી ઈવેન્ટ દરમિયાન ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પણ હાજરી આપી હતી. લિયોનેલ મેસીએ સચિન સાથે ખાસ્સી એવી વાતો કરી હતી અને બંનેએ ગિફ્ટ એક્સચેન્જ કરી હતી.

આ સમયે સચિને મેસીને 10 નંબરની પોતાની જર્સી ગિફ્ટ કરી હતી જ્યારે મેસીએ સચિનને ફૂટબોલ ગિફ્ટ કર્યો હતો, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button