આમચી મુંબઈવિધાનસભા સંગ્રામ

મુંબઈના મતદારોને મતદાર યાદી સાથે મોબાઈલ નંબર જોડવાની સુવિધા મળશે

૨૦ ઑગસ્ટ સુધીની નવા મતદારના નામ પણ નોંધી શકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી સમયમાં થનારી વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ની પાર્શ્ર્વભૂમિ પર ઈલેકશન કમિશન દ્વારા નાગરિકોને તેમના નામ મતદાર યાદીમાં ફરી તપાસી લેવા તથા નવા નામ નોંધાવા સહિત મોબાઈલ નંબરને ઈલેકશન આઈકાર્ડ સાથે જોડવાની અપીલ કરવામાં આવી છે.

મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગર જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણી માટે મતદારયાદીમાં સુધારા-વધારા કરવાનું કામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત નવા મતદારો તેમના નામ નોંધાવે તે માટે જનજાગૃતિ કરવામાં આવી રહી છે. નાગરિકોને મતદાર યાદીમાં તેમના નામ, એડ્રેસમાં સુધારો કરવો હોય અથવા જે લોકો મોબાઈલ નંબર સાથે ઈલેકશન કાર્ડ જોડવા માંગતા હોય તેઓને ૨૦ ઑગસ્ટ સુધી પહેલા કરાવી લેવાની અપીલ કરવામાં આવી છે.

મુંબઈમાં મતદારોને ૨૦ ઑગસ્ટ સુધીમાં મતદાર યાદીમાં પોતાનો મોબાઈલ નંબર જોડવાની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવશે. મતદાર યાદીમાં નામ સાથે મોબાઈલ નંબર જોડવાથી ચૂંટણી પંચ તરફથી વખતોવખત તમામ સૂચના અને માહિતી નાગરિકોને મોબાઈલ પર ઉપલબ્ધ થશે. મતદાર પોતાનો મોબાઈલ નંબર મતદાર કાર્ડ સાથે જોડશે તો તેને ભારત ચૂંટણી પંચની electoralsearch.eci.gov.in વેબસાઈટ પર તેમ જ મોબાઈલ ઍપ Voter Helpline પર મતદાર યાદીમાં જઈને પોતાનું શોધવાનું સરળ રેહેશે.

ઈ-વોટિંગ આઈકાર્ડ ડાઉનલોડ કરી શકશે. અગાઉ મતદારનું રજીસ્ટ્રેશન અને અન્ય સેવા ઓફલાઈન ઉપલબ્ધ થતી હતી, તેને કારણે અનેક વખત ઓનલાઈન પદ્ધતિએ એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને એક કરતા વધુ લોકોના મતદાર રજિસ્ટ્રેશનના ફોર્મ ભરવામં આવતા હતા. તે ટાળવા માટે હવે એક મોબાઈલ નંબરનો ઉપયોગ ફકત એક જ વોટર આઈકાર્ડ માટે કરવામાં આવસે. જે મતદારોે પોતાની મતદાર યાદીમાં પોતાના નામની સાથે આધારકાર્ડ નંબર જોડ્યો નથી. તેઓએ ફોર્મ નંબર આઠ ભરવાનું રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે?