Legislative Council Election: મહાવિકાસ આઘાડી ત્રણ ઉમેદવાર ઊભા રાખશે?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી (LegislativE Counsil Election)માં મહાવિકાસ આઘાડી મહાયુતિ (MVA)ને આંચકો આપવાના હેતુથી ત્રણ ઉમેદવાર ઊભા કરશે તેવી શક્યતા છે. મહાવિકાસ આઘાડી પાસે બે બેઠકો સહેલાઇથી જીતી શકે તેટલી તાકાત છે. જોકે સત્તાધારી પક્ષમાં પોતાના સમર્થકો અને સાથી પક્ષોની મદદથી મત મેળવીને ત્રીજી બેઠક જીતવાની મહાવિકાસ આઘાડીની યોજના છે.
ઉલ્લેખનીય છે કે વિધાન પરિષદની 11 બેઠક માટે 12 જુલાઇના રોજ ચૂંટણી યોજાવાની છે, જેમાં રાજ્યની વિધાનસભાના સભ્યો મતદાન કરશે. આ 11 બેઠકોની ચૂંટણી ટીચર્સ, ગ્રેજ્યુએટ્સ માટે અનામત બેઠકો કરતાં અલગ અલગ છે. ટીચર્સ અને ગ્રેજ્યુએટ્સ બેઠકની ચૂંટણી ગયા બુધવારે યોજવામાં આવી હતી.
આ પણ વાંચો : ખીચડી, કોવિડ, બોડી બેગ કૌભાંડ ભૂલી ગયા કે શુઃ ફડણવીસ
અલબત્ત, મહાયુતિ 11 બેઠકોમાંથી સાત બેઠકો માટે પોતાના ઉમેદવાર ઊભા રાખે તેવી શક્યતા છે. ભાજપ પાંચ બેઠક પરથી જ્યારે એકનાથ શિંદે જૂથની શિવસેના અને અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) એક-એક બેઠક પરથી પોતાના ઉમેદવાર ઊભા રાખી શકે છે. જ્યારે મહાવિકાસ આઘાડીમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે), એનસીપી (શરદચંદ્ર પવાર-એસપી) એક એક બેઠક પરથી ઉમેદવાર ઊભા રાખશે અને પિઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટીના જયંત પાટીલ મહાવિકાસ આઘાડી તરફથી ત્રીજા ઉમેદવાર તરીકે ઊભા રહે તેવી શક્યતા છે