આમચી મુંબઈમહારાષ્ટ્ર

ફ્લેમિંગોના રક્ષણાર્થે સિડકો એલઇડી લાઇટ્સ બદલશે…

થાણે: વિદેશથી દર વર્ષે સ્થાળંતરી ગુલાબી પક્ષીઓ ‘ફ્લેમિંગો’ ડીપીએસ ફ્લેમિંગો લેક પાસે આવતા હોય છે ત્યારે આ વિસ્તારમાં રોશનીનું પ્રદૂષણ ન થાય તે માટે નેરુલ જેટ્ટી પર લગાવવામાં આવેલા પીળા રંગના એલઇડી બલ્બને બદલવાનું ધ સિટી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સિડકો)એ નક્કી કર્યું છે.

નવી મુંબઈની પ્લોનિંગ ઓથોરિટી સિડકોએ આ લાઇટ બદલવા માટે હાલમાં ટેન્ડર બહાર પાડ્યા છે, એમ સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું. દર વર્ષે થાણેની ખાડી વિસ્તારમાં હજારો સ્થળાંતરી પક્ષીઓ આવતા હોય છે.

આ વર્ષની શરૂઆતમાં વૉટર ટ્રાન્સપોર્ટ ટર્મિનલના મોટા સાઇન બોર્ડને અથડાઇને સાત ફ્લેમિંગોના મોત થયા હતા. ત્યાર બાદ પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણીય કાર્યકરો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ પ્રકારની એલઇડી નાઇટ ફ્લેમિંગો માટે ભ્રમ ઊભો કરે છે.

નેટકનેક્ટ ફાઉન્ડેશનના ડિરેક્ટર બી. એન. કુમારે જણાવ્યું હતું કે આ વર્ષે દસ ફ્લેમિંગો લાઇટથી ભ્રમિત થઇને તથા તળાવ સૂકાઇ જવાને કારણે ખોરાકના અભાવે મૃત્યુ પામ્યા હતા. તેઓએ સિડકોના નિર્ણયને આવકાર્યો હતો. (પીટીઆઇ)

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…