આમચી મુંબઈમહારાષ્ટ્ર

સલમાન ખાનના જાનના દુશ્મન Lawrence Bishnoiના લોહીના તરસ્યા છે આ પાંચ લોકો…

મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા બાદ એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે લોરેન્સ બિશ્નોઈનો સૌથી મોટો જાની દુશ્મન કોઈ હોય તો તે છે સલમાન ખાન. પરંતુ શું તમને ખબર છે કે લોરેન્સ બિશ્નોઈ ભલે સલમાન ખાનની જાનનો દુશ્મન હોય પણ ગુનાખોરીની આ અંધારી દુનિયામાં પાંચ એવી ગેન્ગ છે કે જે લોરેન્સ બિશ્નોઈના લોહીની તરસી છે? આ ગેન્ગના નિશાના પર છે લોરેન્સ બિશ્નોઈ અને જેવો લોરેન્સ જેલમાંથી બહાર આવશે એટલે આ લોકો તેના પર હુમલો કરવાની એક તક નહીં છોડે, ચાલો તમને જણાવીએ આ ગેન્ગ વિશે-

સુખપ્રીત સિંહ બુડ્ડા અને બંબીહા ગેન્ગઃ
લોરેન્સના પાંચ સૌથી મોટા દુશ્મનોમાંથી સૌથી પહેલાં નંબરે આવે છે સુખપ્રીત સિંહ બુડ્ડા અને બંબીહા ગેન્ગ. બિશ્નોઈ ગેન્ગ અને બંબીહા ગેન્ગની આ દુશ્મનાવટમાં અત્યાર સુધી અનેકનો ભોગ લેવાઈ ચૂક્યો છે. પરંતુ આ બંને એકબીજાના જાની દુશ્મન બન્યા એ સમયે જ્યારે લોરેન્સનો સાથી અમિત શરણની હત્યા થઈ. સુખપ્રીત સિંહ બુડ્ડા હાલમાં કપૂરથલા જેલમાં બંધ છે.

લકી પટિયાલઃ
યાદીમાં બીજા નંબરે આવે છે આર્મેનિયામાં બેઠો લકી પટિયાલ. લકી પણ બંબીહા ગેન્ગ સાથે સંકળાયેલો છે અને તે પોતાને આ ગેન્ગનો વડો માને છે. ભારતમાં લકીના માથા પર પાંચ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે અને આ લકી પણ લોરેન્સનો સૌથી મોટો દુશ્મન છે. લોરેન્સે લકીને મારવા માટે સચિન થાપન અને રોહિત ગોદારાને આર્મેનિયા મોકલ્યા હતા. આ બે એ જ શૂટર હતા કે જેમણે સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરી હતી. પરંતુ બંને જણ લકીને મારી નહીં શક્યા અને ત્યારથી જ લોરેન્સ અને લકી દુશ્મન બની ગયા.

કૌશલ ચૌધરીઃ
કૌશલ ચૌધરી પણ લોરેન્સ બિશ્નોઈનો દુશ્મન છે. આ બંનેની દુશ્મનાવટની વાત કરીએ તો લોરેન્સના સાથી વિક્કી મિદ્દુખેડાના હત્યારાઓને કૌશલ ચૌધરીએ જ હથિયારો પૂરા પાડ્યા હતા. વિકીની હત્યાનો બદલો લેવા માટે લોરેન્સે સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરાવી હતી. આ હત્યા બાદ કૌશલે લોરેન્સને ધમકી આપી હતી કે તે હવે લોરેન્સની હત્યા કરશે.

નીરજ બવાનાઃ
નીરજ બવાના પણ લોરેન્સ બિશ્નોઈના જાનનો દુશ્મન છે, નીરજનું સાચુ નામ નીરજ સહરાવત છે, પણ તે બવાના ગામનો રહેવાસી છે એટલે તે નીરજ બવાના તરીકે ઓળખાવે છે. લોકોને તેને દિલ્હીનો દાઉદ પણ રહે છે, જે તિહાડ જેલમાં છે.

જગ્ગુ ભગવાનપુરિયાઃ
એક સમયે જગ્ગુ ભગવાનપુરિયા અને લોરેન્સ બિશ્નોઈ ખાસ મિત્રો હતા, પરંતુ હાલમાં તે જેલમાં છે. જ્યારે લોરેન્સ બિશ્નોઈએ સુદ્ધિ મૂસેવાલાની હત્યા કરાવી અને તેના કેસમાં જ્યારે જગ્ગુ ભગવાનપુરિયાની પુછપરછ કરી તો તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ લીધું અને બસ લોરેન્સને આ વાતનો ગુસ્સો આવ્યો. એ દિવસનો આજનો દિવસ છે કે બંનેની દોસ્તી દુશ્મનીમાં બદલાઈ ગઈ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button