થાણેના અંતરિયાળ વિસ્તારોમાં ત્રણ કોચની મેટ્રો શરૂ કરો
કેન્દ્ર સરકારની થાણે મહાપાલિકાને સૂચના
થાણે: થાણેવાસીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ એક વિકલ્પ ઉપલબ્ધ થાય એ માટે થાણે મહાપાલિકાએ શહેરમાં અંતરિયાળ વિસ્તારો માટે તૈયાર કરેલા મેટ્રો માર્ગ પર ત્રણ ડબ્બાની મેટ્રો શરૂ કરો, એવી સૂચના કેન્દ્ર સરકારે કરી છે. છ ડબ્બાની મેટ્રો માટે પ્રોજેક્ટમાં ખર્ચ પણ વધશે. આને કારણે ત્રણ ડબ્બાની મેટ્રોનો પ્રોજેક્ટ કરો, એવી સૂચના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. જોકે મહાપાલિકાએ છ ડબ્બાની મેટ્રો માટે આગ્રહ કાયમ રાખ્યો છે.
થાણેવાસીઓને ટ્રાન્સપોર્ટનો વધુ એક વિકલ્પ મળી રહે એ માટે થાણે મહાપાલિકાએ અંતરિયાળ મેટ્રો પ્રોજેક્ટ બનાવવાનો નિર્ણય લીધો છે. આ માટે મહામેટ્રો (મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ)ની મદદ લેવામાં આવી છે. દરમિયાન કેન્દ્ર રાજ્ય સરકારની સૂચના અનુસાર મહાપાલિકાએ વચમાં આ પ્રોજેક્ટનો સુધારિત પ્રસ્તાવ તૈયાર કર્યો છે. મેટ્રો માટે જરૂરી સાધનોનું નિર્માણ હવે ભારતમાં જ થવા લાગ્યું હોવાથી તેનો ભાવ પણ ઓછો થઇ ગયો છે. આને કારણે સુધારિત પ્રસ્તાવ મેટ્રો પ્રોજેક્ટ માટે રૂ. 10,412 કરોડ ખર્ચ અપેક્ષિત કરવામાં આવ્યો હોઇ તેમાં છ ડબ્બાની મેટ્રો પ્રસ્તાવિત કરવામાં આવી છે. રાજ્ય સરકારની માન્યતા બાદ કેન્દ્ર પાસેથી આ માટે ભંડોળ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ઉ