આમચી મુંબઈ

હાશકારો! સાયન,વડાલામાં પાણી પુરવઠો પૂર્વવત્

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઍન્ટોપ હિલમાં રાવજી ગણાત્રા માર્ગ જંકશન પાસે મંગળવારે ૬૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં થયેલા ગળતરનું સમારકામ મંગળવારે મોડી રાતે પૂરું થયા બાદ બુધવારે સાયન, કોલીવાડા, વડાલા અને એન્ટોપ હિલ જેવા પરિસરમાં પાણી પુરવઠો પૂર્વવત્ થયો હતો.

ઍન્ટોપ હિલમાં મંગળવારે ૬૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં ગળતર જણાતા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, બુધવારે મોડી રાતના ૧૦ વાગ્યાની આસપાસ સમારકામ પૂરું થયું હતું. મંગળવારે મધરાત બાદ એટલે કે રાતના ૧૨.૩૦ વાગ્યાથી સવારના ૨.૩૦ વાગ્યા સુધીના સમયમાં જે વિસ્તારમાં રાતના પાણી છોડવાનો સમય છે ત્યાં પાણી પણ છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ બુધવારે દિવસ દરમિયાન સાયન, કોલીવાડા, વડાલા અને એન્ટોપ હિલ સહિતના વિસ્તારમાં પાણીપુરવઠો પૂર્વવત્ થયો હતો. જોકે અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થયો હોવાની ફરિયાદ આવી હતી.

ઍન્ટોપ હિલ પરિસરમાં સોમવારે ૩૦૦ મિલીમીટર વ્યાસની પાણીની પાઈપલાઇનમાં ગળતર ચાલુ થયું હતું. તેથી પાલિકાએ સમારકામ હાથમાં લીધું હતું. જોકે એ દરમિયાન અન્ય ૬૦૦ મિ.મી. વ્યાસની પાઈપલાઈનમાં પણ ગળતર હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી આ પાઈપલાઈનનું સમારકામ પણ હાથમાં લેવામાં આવ્યું હતું. જોકે ટેક્નિકલી દ્દષ્ટિએ આ કામ અત્યંત પડકારજનક હોવાને કારણે તેમાં મંગળવારનો આખો દિવસ નીકળી ગયો હતો અને છેક રાતના ૧૦ વાગે કામ પૂરું થયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…