આમચી મુંબઈ

વિદ્યાર્થીઓને ઘરકામ માટે દબાણ કરવા બદલ લાતુર આઇટીઆઇની પ્રોફેસરને સસ્પેન્ડ કરાઇ

લાતુર: લાતુર જિલ્લામાં પોતાના ઘરનાં કામ કરાવવા માટે અમુક વિદ્યાર્થીઓ પર દબાણ કરવા તેમ જ તેમને ત્રાસ આપવા બદલ ગવર્નમેન્ટ ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઇટીઆઇ)ની મહિલા પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
ત્રણ વિદ્યાર્થીનું કથિત શોષણ અને તેમની હેરાનગતિ કરવા બદલ ઔસામાં આઇટીઆઇની પ્રોફેસર મનીષા ખાનાપુરેને 2 જુલાઇએ સસ્પેન્ડ કરવામાં આવી હતી, એમ પ્રિન્સિપાલ ઇન્દિરા રણભીડકરે જણાવ્યું હતું.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ ગયા અઠવાડિયે રેસિડન્ટ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પ્રોફેસરે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આપવાની ધમકી આપીને ઘરકામ તથા ટોઇલેટ સ્વચ્છ કરવા માટે દબાણ કર્યું હતું.

એક ઘર (કથિત રીતે પ્રોફેસરનું)માં કચરો સાફ કરતા વિદ્યાર્થીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પિન્સિપાલ રણભીડકરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ફરિયાદ મળ્યા બાદ પ્રોફેસરને મેમો આપવામાં આવ્યો હતો.
ત્રણ સભ્યોની તપાસ સમિતિ રચવામાં આવી હતી અને તેમના રિપોર્ટને આધારે પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું. (પીટીઆઇ)

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker