આમચી મુંબઈ

ઓપન ડબલ ડેકરની આજે છેલ્લી સવારી

પચીસ વર્ષ સેવા આપનારી બેસ્ટની બસને બાય-બાય

મુંબઈ: દર્શન કરાવતી અને પર્યટકો માટે હંમેશાં આકર્ષણ કરાવતી નોન એસી છેલ્લી ઓપન ડેક બસ (નિલાંબરી) ગુરુવારે પાંચમી ઓક્ટોબરે દોડશે. છેલ્લાં પચીસ વર્ષથી સેવા આપનારી આ બસ સેવામાંથી હદપાર થશે. જોકે નજીકના સમયમાં જ 10 નવી એસી ઓપન ડેક બસની ખરીદી કરવામાં આવવાની છે. આ માટે ટેન્ડરપ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાની માહિતી બેસ્ટના અધિકારીએ આપી હતી. બેસ્ટ ઉપક્રમે એમટીડીસીની મદદથી 26મી જાન્યુઆરી, 1997ના રોજ નોન એસી ઓપન ડેક બસ સેવા શરૂ કરી હતી. આમાં અપ્પર ડેક અને લોઅર ડેક એવા બે પ્રકાર હતા. આ બસમાં પૂર્વ પશ્ચિમ ઉપનગરના પર્યટનસ્થળની મુલાકાત કરાવવામાં આવતી હતી. ત્યાર બાદ ત્રીજી નવેમ્બર, 2021થી દક્ષિણ મુંબઈમાં આ બસની પર્યટનસેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સવારે અને બપોરે દોડતી આ સેવાનો સમય વધેલા ઉકળાટને કારણે ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બસની ફેરી સાંજે સાડાછથી સાડાઆઠ સુધી કરવામાં આવ્યો. દરેક મહિને 20 હજાર જેટલા પર્યટકો આ બસનો લાભ લેતા હતા. હાલમાં બેસ્ટના કાફલામાં ત્રણ ઓપન ડેક બસ હતી. 16મી સપ્ટેમ્બરે પહેલી, પચીસમી સપ્ટેમ્બરે બીજી અને પાંચમી ઓક્ટોબરે છેલ્લી બસ સેવામાંથી બાદ કરવામાં આવી હતી. એક બસનું આયુષ્ય સાધારણ 15 વર્ષ જેટલી હોય છે. આથી મોટર વાહન નિયમ અનુસાર આ બસનું આયુષ્ય પૂરું થઇ ગયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button