આમચી મુંબઈ

કોસ્ટલ રોડ પર લેમ્બોર્ગીનીમાં આગ લાગી, ઉદ્યોગપતિએ પોસ્ટ કરી માહિતી

મુંબઈ: મુંબઈના કોસ્ટલ રોડ પર જઈ રહેલી લેમ્બોર્ગિની કારમાં આગ લાગી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો હતો. જોકે, કારમાં આગ લાગ્યા બાદ તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. આ વીડિયો જાણીતા બિઝનેસમેન ગૌતમ સિંઘાનિયાએ શૂટ કરી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો, જ્યારે તેના પર લોકોએ પ્રતિક્રિયા પણ આપી હતી. આ ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આ દુર્ઘટનાને પગલે રેમન્ડ ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયાએ સુરક્ષા સામે સવાલ ઉઠાવ્યા હતા. વીડિયો નજરમાં આવ્યા બાદ અધિકારીઓએ બુધવારે રાત્રે લગભગ 10:20 વાગ્યે બનેલી આ દુર્ઘટનાની જાણકારી આપી હતી. કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

Also read:વર્સોવાથી દહિસર કોસ્ટલ રોડનું કામ ફાસ્ટ ટ્રેક પર

ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે માહિતી મળતાની સાથે જ આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક મદદ મોકલવામાં આવી હતી. ફાયર બ્રિગેડએ 45 મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગી હતી એ લેમ્બોર્ગિની કાર ગુજરાતની છે. આમ છતાં આગ કયા કારણસર લાગી હતી એનું કારણ જાણી શકાયું નહોતું

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button