આમચી મુંબઈધર્મતેજમહારાષ્ટ્ર

લાલબાગના ગણેશોત્સવ અને છત્રપતિ શિવાજી મહારાજ સાથે વિશેષ સંબંધ છે, જાણો મહત્ત્વ અને ઈતિહાસ?

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યમાં દર વર્ષે ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થીથી લઈને દસ દિવસ અનંત ચતુર્દશી સુધી ગણેશોત્સવનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ તહેવારનું આટલું મહત્વ કેમ છે? એનાથી મહત્ત્વની વાત એ કે મુંબઈ-મહારાષ્ટ્ર અને ગુજરાતના જ નહીં, સમગ્ર દેશના માનીતા રાજા લાલબાગ અને મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ સાથે વિશેષ સંબંધ છે. જાણીએ એના મહત્ત્વ અને ઈતિહાસને.

આ પણ વાંચો : મુંબઈમાં 69 કુદરતી અને 204 કૃત્રિમ જગ્યાએ વિસર્જનની વ્યવસ્થા સાથે પાલિકા સજ્જ

મુંબઈમાં અનેક ગણેશ મંડપ બનાવવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો પૂજા કરવા આવે છે. તેમાંથી એક, લાલબાગના રાજા મુંબઈની સૌથી પ્રતિષ્ઠિત ગણપતિની મૂર્તિ છે અને મુંબઈગરાઓ જ નહીં, પરંતુ દેશવાસીઓ દર વર્ષે ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે લાલબાગ આવે છે. લાલબાગચા રાજાની વાત ઘણા દાયકાઓ જૂની છે. ચાલો આજે તમને લાલબાગચા રાજા વિશેના કેટલાક રસપ્રદ તથ્યો વિશે જણાવીએ.

છત્રપતિ શિવાજી મહારાજે શરુઆત કરી

છત્રપતિ શિવાજીએ આ તહેવાર શરૂ કર્યા પછી, મરાઠા સામ્રાજ્યના અન્ય પેશ્વાઓએ પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું શરૂ કર્યું. બ્રિટિશ સરકારે ભારતમાં તમામ હિંદુ તહેવારો પર પ્રતિબંધ મૂક્યો, પરંતુ તેમ છતાં બાળ ગંગાધર તિલકે ફરીથી ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આ પછી ૧૮૯૨માં ભાઈ સાહેબ જાવલે દ્વારા પ્રથમ ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશોત્સવમાં વપરાતી ગણેશની મૂર્તિ મુંબઈના લાલબાગમાં રાખવામાં આવી હતી.

કાંબલી આર્ટ વર્કશોપ શ્રેષ્ઠ જગ્યા

લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળની સ્થાપના ઘણા વર્ષો પહેલા વર્ષ ૧૯૩૪માં મુંબઈના લાલબાગ બજારમાં કરવામાં આવી હતી. આ તહેવાર માટે સ્થાનિક વેપારીઓ અને માછીમારો સાથે મળીને સખત મહેનત કરતા. લાલબાગના રાજા ગણેશની મૂર્તિ બનાવનારા કલાકારો અને શિલ્પકારો કાંબલી પરિવાર છે. તેમના પુત્રો પણ તેમને આ પ્રક્રિયામાં મદદ કરે છે.

દર વર્ષે ૧૮-૨૦ ફૂટની મૂર્તિ બનાવવા માટે કાંબલી આર્ટ વર્કશોપ શ્રેષ્ઠ જગ્યા છે. કાંબલી પરિવાર ૮૯ વર્ષથી મૂર્તિઓ બનાવે છે. મુંબઈવાસીઓ ૧૯૩૪થી લાલબાગચા રાજા સાથે મહારાષ્ટ્રના આ સૌથી પ્રખ્યાત તહેવારની ઉજવણી કરી રહ્યા છે. આ સમય દરમિયાન, લાખો ભક્તો શેરીઓમાં ફરે છે અને ઢોલના તાલે નૃત્ય કરે છે. આ વર્ષે આ તહેવાર ૭ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી થી લઈને ૧૭ સપ્ટેમ્બર અનંત ચતુર્દશી સુધી ઉજવવામાં આવશે.

રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા


ગણેશોત્સવ મહારાષ્ટ્રના ગામડાઓથી લઈને શહેરો અને મહાનગરો સુધી મોટા પાયે ઉજવવામાં આવે છે અને લોકો તેમના ઘરોમાં પણ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરે છે. મરાઠા સામ્રાજ્ય સાથે સંકળાયેલા આ તહેવારની શરૂઆત છત્રપતિ શિવાજી દ્વારા ૧૭મી સદીમાં લોકોમાં રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. બાદમાં લોકમાન્ય ટિળકે અંગ્રેજો સામે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ તહેવાર ફરી શરૂ કર્યો. આજકાલ આ તહેવાર દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. જો કે હવે, આ તહેવાર અમેરિકા, ઈંગ્લેન્ડ અને અન્ય દેશોમાં ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.

10 દિવસ ગણેશજીનો પૃથ્વી પર વસવાટ

ભગવાન ગણેશને સૌભાગ્ય, સમૃદ્ધિ અને જ્ઞાનના દેવતા માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે ગણેશ ઉત્સવના ૧૦ દિવસ ભગવાન ગણેશ પૃથ્વી પર રહે છે અને તેમના ભક્તોના કષ્ટો દૂર કરે છે. તેથી ભક્તો પણ બાપ્પાને રીઝવવાના તમામ પ્રયાસો કરે છે. આ તહેવાર મહારાષ્ટ્ર, ગોવા અને તેલંગાણા વગેરે રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ દિવસે તમામ ઘરોમાં ભગવાન ગણેશની મૂર્તિનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. આ સાથે ગણેશ ચતુર્થીનું વ્રત પણ રાખવામાં આવે છે. આ તિથિનું વ્રત કરવાથી ભક્તને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અનેક લાભ મળે છે.

127 વર્ષથી ચાલી રહી છે પરંપરા

ગણેશ ઉત્સવની શરૂઆત બાલ ગંગાધર તિલક દ્વારા પુણે, મહારાષ્ટ્રમાં અંગ્રેજો સામે બ્યુગલ ફૂંકવા માટે કરવામાં આવી હતી. તે સમયે મરાઠા સામ્રાજ્ય અને મહારાષ્ટ્રના પરિવારોને એક કરવા માટે ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આ પછી ધાર્મિક નગરી વારાણસીના લોકોને ધર્મના નામે અંગ્રેજો સામે એક થવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ત્યારથી આ પરંપરા લગભગ ૧૨૭ વર્ષથી સતત ચાલુ છે.

Show More

Related Articles

Back to top button
તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર