લાલબાગચા રાજાના વિસર્જન બાબતે મંડળે આપ્યું મહત્ત્વનું અપડેટ, જાણો ક્યારે થશે વિસર્જન…
બેલારુસની વર્લ્ડ નંબર-વન ખેલાડીએ પુસ્તક પરથી પ્રેરણા લીધી અને ફાઇનલ જીતી

મુંબઈઃ મુંબઈના જાણીતા અને માનીતા લાલબાગચા રાજાનું વિસર્જન કલાકો સુધી વિલંબમાં પડતાં મંડળના કાર્યકર્તાઓ, પ્રશાસનના અધિકારીઓ અને ભક્તોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ હવે મંડળ દ્વારા રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે. મંડળના સેક્રેટરી સુધીર સાળવી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લાલબાગચા રાજાનું આજે રાતે 10.30 વાગ્યા બાદ વિસર્જન સરૂ કરવામાં આવે છે અને તેમણે વિસર્જનમાં થયેલાં વિલંબ બદલ લોકોની માફી માંગી હતી.
લાલબાગચા રાજા સમુદ્રમાં આવેલી ભરતીને કારણે અને નવી ટ્રોલીમાં સર્જાયેલી તાંત્રિકી ખરાબીને કારણે છેલ્લાં 10 કલાકથી અટવાઈ પડ્યા છે. આ વખતે બાપ્પાના વિસર્જન માટે એક નવી અદ્યતન રાફ્ટ બનાવવામાં આવી હતી. જેના પર બાપ્પાની મૂર્તિ ચઢાવવામાં પણ સમસ્યા આવી રહી હતી પરંતુ એ જ સમયે સમુદ્રમાં ભરતી આવતા બાપ્પાનું વિસર્જન કરી શકાયું નહોતું. કુદરતી આપદાને જોતા મંડળે બાપ્પાનું વિસર્જન માટે રાહ જોવાનું નક્કી કર્યું હતું, પછે ભલે વિસર્જન મોડું કેમ ના થાય, એવું લાલબાગ સાર્વજનક મંડળના સેક્રેટરી સુધીર સાળવીએ જણાવ્યું હતું.
લાલબાગચા રાજા કરોડો ભક્તોની શ્રદ્ધાનું સ્થાન છે અને ભરતી પહેલાં જ બાપ્પાનું રાફ્ટ પર આવવું અપેક્ષિત હતું પરંતુ એવું થઈ શક્યું નહીં અને ત્યાર બાદ વિસર્જનમાં વિઘ્ન આવી પડ્યું. અમે દર વર્ષે બરાબર નિયોજન કરીને ચાલીએ છીએ, આવું ક્યારેય થતું નથી. પરંતુ આ વખતે બાપ્પાના વિસર્જન માટે નવી રાફ્ટ તૈયાર કરાવવામાં આવી હતી એટલે વિસર્જન સારી રીતે થશે એવું અપેક્ષિત હતું, પરંતુ એવું થયું નહીં. હવે બાપ્પાની મૂર્તિ ફરી જૂની ટ્રોલી પર ચડાવી દેવામાં આવી છે અને રાતે સાડાદસ વાગ્યા બાદ બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે, એવી માહિતી તેમણે વધુમાં જણાવ્યું હતું.
તેમણે બાપ્પાના વિસર્જનમાં થયેલાં વિલંબ બાદ લોકોની માફી માંગી હતી અને આ સંકટમાંથી માર્ગ કાઢવા અને મદદ કરનાર સુધરાઈ, પ્રશાસન, કોળી બાંધવો અને ભક્તોનો આભાર પણ માન્યો હતો.
આ પણ વાંચો…લાલબાગચા રાજાના વિસર્જનમાં વિઘ્ન: હવે આ સમયે વિસર્જન થશે, જૂની બોટ પાછી લાવવામાં આવી…