આમચી મુંબઈમહારાષ્ટ્ર

બાપ્પા મારાથી ભૂલ થઈ ગઈ ને મારી નોકરી ગઈઃ લાલબાગના રાજાને મળ્યો કંઈક આવો પત્ર


માત્ર મુંબઈના નહીં પણ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ લાલબાગના ચા રાજાના પ્રથમ દર્શન ગઈકાલે ભક્તોને થયા. લાલબાગના દુંદાળા દેવ ભક્તોની માનતા પૂરી કરે છે, તેવી શ્રદ્ધા લોકોમાં છે. ગણેશોત્સવ દરમિયાન લાખો ભક્તો રાજા સમક્ષ પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે. નાગપુરના એક ભક્તે બાપ્પાને પત્ર લખીને તેમની ખોવાયેલી નોકરી પાછી મેળવવાની માંગ કરી છે. તેમના પત્રમાં તેમણે પોતાની ભૂલ કબૂલી છે, નોકરી ન હોવાથી પડતી મુશ્કેલીઓ વિશે જણાવ્યું છે અને પોતે પરિવાર માટે શું કરવા માગે છે તે પણ જણાવ્યું છે. આ પત્ર એક ગરીબ, બેરોજગાર પુરુષની ભાવનાઓને પણ વ્યક્ત કરે છે.
મુંબઈમાં વિશ્વ પ્રસિદ્ધ ‘લાલબાગના રાજા’ના દર્શન ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. ગઈકાલે રાબેતા મુજબ પ્રિય રાજાના પ્રથમ દર્શન ભક્તોએ કર્યા હતા. આ વર્ષે ‘લાલબાગ રાજા સાર્વજનિક મંડળ’ 90 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. ત્યારે નાગપુરના એક ભક્ત દ્વારા તેમને પહેલાજ દિવસે એક પત્ર ધરવામાં આવ્યો છે. જેમાં તેમણે કંપનીમાં ચોરીની બાપ્પા સમક્ષ કબૂલાત કરી છે. નાગપુરમાં રહેતો આ ભક્ત એક ખાનગી પેટ્રોલિયમ કંપનીમાં કામ કરતો હતો. પરંતુ ત્યાં ગેરવર્તણૂકના કારણે તેમને નોકરી ગુમાવવી પડી હતી. તેમની પત્ની, ત્રણ પુત્રી અને બે પુત્રોનો મોટો પરિવાર છે. નોકરી ગુમાવવાને કારણે તે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. જેથી તેણે કંપનીમાંથી ચોરી કરી હોવાની બાપ્પા સમક્ષ કબૂલાત કરી હતી. તેણે બાપ્પાને લખેલા પત્રમાં કહ્યું છે કે મારાથી મોટી ભૂલ થઈ છે. ‘લાલબાગ રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ’ને આ પત્ર મળ્યો છે. પત્રમાં ઉલ્લેખ છે કે ગણેશ ચતુર્થીના રોજ તે તેના એમ્પ્લોયરને મળવા જશે. તેણે પત્ર દ્વારા ચોરીની કબૂલાત કરી છે અને ‘બાપ્પા મને મારી નોકરી પાછી આપી દો’ એવી પ્રાર્થના કરી છે. ‘ભગવાન, હું તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું કે મને મારી જૂની જગ્યાએ ફરીથી નોકરી મળે. તમારા સ્થાપનના દિવસે હું મારા બૉસને મળવા જઈશ. હું મારી ભૂલ કબૂલ કરીશ. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, બસ મને તેમની હા મળે. તેમણે પત્રમાં ઉમેર્યું હતું કે, ભગવાન, મારે નાના બાળકો છે. હું મારા બાળકો અને પત્ની માટે ઘર બનાવવા માંગુ છું. મને શક્તિ આપો, ભગવાન. બીજા કેટલા દિવસ હું બીજાના ઘરે રહીશ? હું ઘણી મુશ્કેલીમાં છું. ભગવાન, મારા પર થોડું ધ્યાન આપો. સ્થાપનાના દિવસે માલિકના નોકરીમાં ફરી રાખી લે. હું ત્યાં આવી શકતો નથી, પરંતુ હું મારી લાગણીઓ વ્યક્ત કરતી એક નોંધ મોકલી રહ્યો છું. હું અને મારો પરિવાર ઓછામાં ઓછો એક વાર ચોક્કસ મુલાકાત લઈશું. અમારા ઘરમાં તું જ બેઠો છે. પત્ર દ્વારા તેણે 30 સપ્ટેમ્બર સુધી સારી નોકરી મળી જાય તેવી ભાવનાત્મક અપીલ કરી છે, જેથી પરિવારનું ભરણપોષણ કરી શકું અને મારા બાળકોનું શિક્ષણ પૂરું કરી શકું, તેમ પણ તેણે લખ્યું છે.
ભક્તો પણ ભગવાનની પરીક્ષા લેતા હોય છે ત્યારે જોવાનું કે ગણપતિ બાપ્પા તેમની ભૂલ માફ કરી તેમને પાછા કામે લગાડે છે કે નહીં.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker