આમચી મુંબઈ
લાખોની ઉચાપત: કૅશ મૅનેજમેન્ટ કંપનીના કર્મચારી વિરુદ્ધ ગુનો
થાણે: નવી મુંબઈમાં ત્રણ લાખ રૂપિયાની કથિત ઉચાપત કરવા પ્રકરણે પોલીસે કૅશ મૅનેજમેન્ટ કંપનીના કર્મચારી સામે એફઆઈઆર નોંધ્યો હતો. ખારઘર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીને બૅન્કના એટીએમમાં રોકડ જમા કરવી, તેનો રેકોર્ડ્સ રાખવો અને કૅશ વેન્ડિંગ મશીનના ટેક્નિકલ પ્રોબ્લેમ્સ હલ કરવાનું કામ સોંપાયું હતું.
ફરિયાદ અનુસાર ગયા વર્ષે ૨૨ સપ્ટેમ્બરથી ૪ ઑક્ટોબર દરમિયાન આરોપીએ ખારઘર વિસ્તારમાં આવેલી બૅન્કની શાખામાંના એટીએમની યંત્રણા સાથે કથિત ચેડાં કર્યાં હતાં અને ૩.૦૫ લાખ રૂપિયાની ઉચાપત કરી હતી.
હિસાબના નિરીક્ષણ દરમિયાન આ ઠગાઈ પ્રકાશમાં આવી હતી. આ પ્રકરણે બૅન્કના કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે સોમવારે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૮ હેઠળ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)