આમચી મુંબઈ

લાડકી બહેનોને ઠેંગો: 2,100 રૂપિયા આપવાની કોઈ વાત જ નથી: સરકાર


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી સમયે મહાયુતિ સરકારે લાડકી બહીણ યોજના હેઠળ મહિલાઓને 2,100 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. મહાયુતિ સરકારને બેથી ત્રણ મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. તેમ જ ફેબ્રુઆરી મહિનાના પૈસા પણ બેન્ક એકાઉન્ટમાં જમા થયા નથી. એ બાબતે મહિલા અને બાળ વિકાસ પ્રધાન અદિતી તટકરેએ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે આ વિશે બજેટ સત્રમાં ચર્ચા થશે એવું અમે કયારેય કહ્યું નથી.

શિવસેના (યુબીટી) નેતા અને વિધાનસભ્ય અનિલ પરબે વિધાન પરિષદમાં ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ બાબતે સવાર કર્યો હતો, તેનો જવાબ આપતા સમયે અદિતી તટકરેએ કહ્યું હતું અધિવેશનના સમયમાં અથ્ાવા બજેટમાં ૨,૧૦૦ રૂપિયા આપવા બાબતે જાહેરાત કરવામાં આવશે એવી કોઈ જાહેરાત સરકારે અગાઉ કરી નથી. નોંધનીય છે કે ચૂંટણી દરમ્યાન બહેનોને લાડકી બહીણ યોજના હેઠળ 2,100 રૂપિયા આપવાની જાહેરાત મહાયુતિએ પોતાના ચૂંટણીઢંઢેરામાં કરી હતી, જેનો ફાયદો તેમને મોટાપાયે થયો હોવાનું માનવામાં આવે છે.

વિધાન સભ્ય અનિલ પરબના સવાલ પર અદિતી તટકરે આ યોજના બાબતે વધુ માહિતી આપતા કહ્યું હતું કે યોજનામાં રહેલી શરતો અનુસાર લાભાર્થી મહિલાઓની પાત્રતા નક્કી કરવામાં આવી રહી છે. તેમની અરજીની ચકાસણી કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ અત્યાર સુધી ૨ કરોડ ૬૩ લાખ મહિલાઓએ અરજી કરી હતી, તેમાંથી હાલ ૨ કરોડ ૫૨ લાખ મહિલાઓ પાત્ર ઠરી છે. આ યોજના ૨૧થી ૬૫ વર્ષની મહિલાઓને લાગુ પડે છે. મહિલાની ઉંમર ૬૫ વટાવે એ સાથે જ આ લાભ તેને મળવાનો બંધ થાય છે. હાલ ૧.૨૦ લાખ મહિલાઓએ વયમર્યાદા ઓળંગી હોવાથી તેઓ આ યોજનાથી બાકાત થઈ ગઈ છે. હાલ રાજ્યમાં લગભગ અઢી કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button