લાડકી બહેનને બે હપ્તા એકસાથે રક્ષા બંધનને દિવસે મળશે? | મુંબઈ સમાચાર

લાડકી બહેનને બે હપ્તા એકસાથે રક્ષા બંધનને દિવસે મળશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ મહારાષ્ટ્રમાં મહિલાઓ માટે વરદાન બની રહી છે. 2024માં શરૂ થયેલી આ યોજના મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડી રહી છે. હાલમાં, જુલાઈ 2025ના હપ્તો ક્યારે મળશે અને જુલાઈ-ઓગસ્ટના હપ્તા એકસાથે મળશે કે નહીં (એટલે કે રૂ. 3000) તે અંગે ચર્ચા ચાલી રહી છે. 9 ઓગસ્ટ 2025ના રોજ આવતા રક્ષાબંધન પ્રસંગે આ બંને મહિનાના હપ્તા એકસાથે મળશે એવું કહેવાઈ રહ્યું છે.

જુલાઈ મહિનો પૂરો થઈ રહ્યો છતાં હજી સુધી લાડકી બહેન યોજનાનો હપ્તો મહિલાઓના ખાતામાં જમા થયો નથી. ગયા વર્ષે, જુલાઈ અને ઓગસ્ટ 2024ના હપ્તા એકસાથે જમા કરવામાં આવ્યા હતા અને 17 ઓગસ્ટ, 2024ના રોજ રૂ. 3000 જમા કરવામાં આવ્યા હતા, જેનો કાર્યક્રમ પુણેના છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજિત કરાયો હતો.

આપણ વાંચો: શું લાડકી બહિણ યોજના મહાયુતિ સરકાર માટે માથાનો દુખાવો બની રહી છે? કેબિનેટ પ્રધાનનું નિવેદન ચર્ચામાં

આ વર્ષે, એવી શક્યતા છે કે જુલાઈ અને ઓગસ્ટ 2025ના હપ્તા એકસાથે જમા થઈ શકે છે, ખાસ કરીને રક્ષાબંધનને ધ્યાનમાં લેતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રકમ 9 ઓગસ્ટ અથવા ઓગસ્ટની શરૂઆતમાં ખાતામાં જમા થઈ શકે છે. જોકે, સરકાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ભૂતકાળના અનુભવોના આધારે, તહેવારો દરમિયાન પૈસા જમા કરાવવાનો રિવાજ છે, તેથી રક્ષાબંધનની ભેટ તરીકે મહિલાઓને 3000 રૂપિયા મળવાની શક્યતા નકારી શકાય નહીં.

આપણ વાંચો: લાડકી બહિણ યોજનાઃ મહાયુતી સરકારની સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ, હવે તો…

રક્ષા બંધન એ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર છે. આ વર્ષે, આ તહેવાર 9 ઓગસ્ટ, 2025ના રોજ ઉજવવામાં આવશે. મહિલાઓને લાડકી બહેન યોજના દ્વારા આર્થિક સહાય મળે છે. ગયા વર્ષની જેમ, તહેવારો માટે હપ્તા જમા કરાવવાની પ્રથાને ધ્યાનમાં રાખીને, આ વર્ષે સરકાર રક્ષા બંધનમાં જુલાઈ અને ઓગસ્ટના હપ્તા એકસાથે જમા કરાવી શકે છે.

આનાથી મહિલાઓને તહેવાર ઉજવવા અને તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે નાણાકીય આધાર મળશે.
કઈ મહિલાઓને આ હપ્તો મળશે?

આપણ વાંચો: ‘લાડકી બહિણ’નો લાભ લેતી બાંગ્લાદેશી મહિલા પકડાઇ, આશ્રય આપનાર પકડાયા

લાડકી બહેન યોજનાના લાભો માટે પાત્રતાના કડક માપદંડ છે: નીચેની મહિલાઓને આ લાભ મળશે નહીં.

  • જે પરિવારોની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધુ છે.
  • જેઓ ચાર પૈંડાના વાહનોના માલિક છે.
  • જેઓ આવકવેરો ચૂકવે છે.
  • સરકારી નોકરીમાં રહેલી મહિલાઓ માટે.
  • જે મહિલાઓને પીએમ કીસાન યોજના અથવા નમો શેતકરી સન્માન નિધિ યોજના હેઠળ રૂ. 1000 મળે છે તેમને માત્ર રૂ. 500 આપવામાં આવશે.
    અહીં ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના સંબંધિત વિભાગ દ્વારા આ યોજનાનો લાભ મેળવતી મહિલાઓનું ઓડિટ કરવામાં આવી રહ્યું છે અને અનેક સ્તરે વિસંગતિ જોવા મળી રહી છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button