આમચી મુંબઈમહારાષ્ટ્ર

લાડકી બહેન અને લાડકા ભાઈ બાદ હવે લાડકા સરકારી કર્મચારી…

રાજ્ય સરકાર 10 ટકા ક્વોટા હેઠળ સરકારી કર્મચારીઓને લોટરી સિસ્ટમથી ફાળવશે ઘર

મુંબઈઃ મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલાં બધા જ વર્ગોને ખુશ કરવાના પૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આના ભાગરૂપે છેલ્લા 10 વર્ષથી અટકી પડેલી કર્મચારીઓને ઘરની ફાળવણી કરવાની યોજનાને લીલીઝંડી આપવામાં આવી છે. પહેલાં રાજ્યના સરકારી કર્મચારીઓને સરકારના 10 ટકા ક્વોટામાંથી ઘરની સીધી ફાળવણી કરવામાં આવતી હતી, પરંતુ 2014માં આ યોજના પર મુંબઈ હાઈ કોર્ટે રોક લગાવી હતી અને કર્મચારીઓને પણ દસ ટકામાંથી ઘરની ફાળવણી કરતી વખતે લોટરી સિસ્ટમ અપનાવવાનો આદેશ આપ્યો હતો. રાજ્યના હાઉસિંગ ડિપાર્ટમેન્ટે એક મહત્વપૂર્ણ પગલું ભરતા ૨૦૧૪ના બોમ્બે હાઈકોર્ટના આદેશનો અમલ કર્યો છે જેમાં સરકારી ક્વોટામાંથી સેવા આપતા સરકારી કર્મચારીઓને રહેઠાણ એકમો ની સીધી ફાળવણીનો અંત લાવવામાં આવ્યો છે .

વિભાગે ગયા અઠવાડિયે એક સરકારી ઠરાવ બહાર પાડ્યો હતો તેમાં  જણાવ્યા મુજબ સરકારી સંપત્તિ હવે કોઈપણ વ્યક્તિને સીધી વિતરિત કરવામાં આવશે  નહીં. સરકારી ઠરાવનો ઉદ્દેશ્ય પારદર્શિતા અને તમામ પાત્ર કર્મચારીઓને સમાન તક પૂરી પાડવાનો છે . નવા નિર્દેશ મુજબ, મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટને  જાહેરાતો બહાર પાડવા, અરજીઓ માટે કૉલ કરવા અને તેના દ્વારા નિવાસ એકમોનું લોટરી સિસ્ટમ દ્વારા વિતરણ કરવા સૂચના આપવામાં આવી છે. સરકારના ઠરાવમાં મ્હાડાને પ્રાપ્ત નિવાસી રહેઠાણો માંથી  ૧૦% ક્વોટા હેઠળ રાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…