સામાજિક ન્યાય વિભાગે લાડકી બહેન યોજના માટે 410 કરોડ રૂપિયા ફાળવ્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

સામાજિક ન્યાય વિભાગે લાડકી બહેન યોજના માટે 410 કરોડ રૂપિયા ફાળવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: સામાજિક ન્યાય વિભાગે લાડકી બહેન યોજનાના ઓક્ટોબરના હપ્તા પેટે 410.30 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ સંદર્ભે સરકારી આદેશ જારી કરવામાં આવ્યો છે. લાડકી બહેન યોજનાના બોગસ લાભાર્થીઓને તપાસવા માટે, આ યોજનામાં ઈ-કેવાયસી ફરજિયાત બનાવવામાં આવ્યું છે. .

મહિલા અને બાળ વિકાસ ખાતાના પ્રધાન અદિતિ તટકરેએ એવી સ્પષ્ટતા કરી હતી કે મોટાભાગની લાડકી બહેનોએ ઈ-કેવાયસી પૂર્ણ કરી લીધું છે. 18 સપ્ટેમ્બરથી ઈ-કેવાયસી માટે બે મહિનાની સમયમર્યાદા આપવામાં આવી છે અને અદિતિ તટકરેએ 18 નવેમ્બર સુધીમાં ઈ-કેવાયસી પૂર્ણ કરવાની અપીલ કરી હતી.

આપણ વાંચો: જાણો, કેટલી મહિલાઓને લાડકી બહેન યોજનાના પૈસા મળ્યા? રાજ્ય સરકારે જણાવ્યું કે…..

અદિતિ તટકરેએ ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ની સમીક્ષા કરી. આ યોજના હેઠળ, દર મહિને 1,500 રૂપિયાનો હપ્તો પાત્ર મહિલાઓના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે દરેક લાભાર્થીની ઓળખ અને પાત્રતા આધાર નંબર દ્વારા ચકાસવામાં આવશે. ઈ-કેવાયસી સુવિધા 18 સપ્ટેમ્બર, 2025થી સત્તાવાર વેબસાઇટ ladakibahin.maharashtra.gov.in પર ઉપલબ્ધ છે.

આ પ્રક્રિયામાં વધુ સુસંગતી લાવવા માટે તટકરેએ ગુરુવારે મંત્રાલયમાં એક બેઠક યોજી હતી. આ માટે બે મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં મોટાભાગની લાડકી બહેનોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી છે.

આપણ વાંચો: લાડકી બહેન બાદ દેવા ભાઉ! યોજનાના શ્રેય માટેની ખેંચતાણ વચ્ચે રિલીઝ થયું સોન્ગ…

અયોગ્ય બહેનો પર 4 હજાર કરોડ ખર્ચ, 26 લાખ અયોગ્ય લાભાર્થી

મુંબઈ: માહિતી અધિકાર (આરટીઆઈ) દ્વારા એવું જાણવા મળ્યું છે કે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ હેઠળ અયોગ્ય મહિલા/લાભાર્થીઓને લગભગ 4,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ચકાસણીમાં વિલંબને કારણે સરકારી તિજોરી પર હજારો કરોડ રૂપિયાનો બોજ પડ્યો છે.

લાડકી બહેન યોજના જુલાઈ 2024માં શરૂ થઈ હતી. આ યોજના હેઠળ, મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા આપવામાં આવે છે. જૂન 2025 સુધીમાં, સરેરાશ 2.4 કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો હતો.

અંતિમ ચકાસણી પછી, મે અને જૂન 2025 દરમિયાન લાભાર્થીઓને બાકાત રાખવાનું શરૂ થયું. મહિલા અને બાળ વિકાસ પ્રધાન અદિતિ તટકરે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 26.3 લાખ અયોગ્ય મહિલાઓને યોજનામાંથી બાકાત રાખવામાં આવી હતી. ત્યાં સુધી, આ મહિલાઓને 10 મહિના માટે પ્રતિ મહિલા 1.5 હજાર રૂપિયાનો લાભ મળી રહ્યો હતો.
સરકારે અયોગ્ય અરજદારોને 3,780 કરોડથી 4,338 કરોડ રૂપિયા સુધીનું ભંડોળ વિતરિત કર્યું હોવાની શક્યતા છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button