કુર્લા અને ચાંદીવલીના લોકોને ઉકાળીને પાણી પીવાની સલાહ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના ‘એલ’વોર્ડમાં નવી પાણીની ટાંકીમાંથી પાણીપુરવઠો કરવામાં આવવાનો હોવાથી નાગરિકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે.
પાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ ચાંદિવલી-સંઘર્ષ નગરના રહેવાસીઓ માટે મુંબઈ મહાનગરપાલિકાએ વિજય અગ્નિશમન રોડ પર આવેલા પાલિકાના ઉદ્યાનમાં નવી પમ્પિંગ ટેન્કનું બાંધકામ તાજેતરમાં જ પૂરું કર્યું છે. આ ટાંકીમાંથી મંગળવાર, ૧૯ ઑગસ્ટ ૨૦૨૫થી પાણી પુરવઠો કરવામાં આવવાનો છે. નવી ટાંકીમાંથી પાણીપુરવઠો કરવામાં આવવાનો હોવાથી નાગરિકોે તકેદારીના પગલારૂપે આગામી ચારથી પાંચ દિવસ પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે.