કુર્લા કિલર બસ અકસ્માતઃ મૃત્યુઆંક વધીને ૮ થયો, ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત

મુંબઈ: કુર્લા વિસ્તારમાં થયેલા બેસ્ટ બસ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાંના એક ૫૫ વર્ષીય વ્યક્તિનું ગઈ કાલે સવારે મૃત્યુ થયું હતું, જે બાદ મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
બેસ્ટ દ્વારા વેટ-લીઝના ધોરણે ભાડે લેવામાં આવેલી એક ઇલેક્ટ્રિક બસ, ૯ ડિસેમ્બરે કુર્લામાં રસ્તા પર ભીડમાં ઘૂસી ગઈ હતી, જેમાં સાત વ્યક્તિઓના મોત અને ૪૨ ઘાયલ થયા હતા.
બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત વ્યક્તિઓમાંના એક, ફઝલુ રહેમાનનું સોમવારે સવારે સાયન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બસ ડ્રાઇવર સંજય મોરે કથિત બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ માટે પોલીસ કસ્ટડીમાં છે.
આ પણ વાંચો : કુર્લા બસ અકસ્માત કે જાણીજોઇને કરેલું કૃત્ય?, પોલીસ તપાસમાં નવો વળાંક
ગયા અઠવાડિયે જારી કરાયેલા એક નિવેદનમાં, બેસ્ટએ કહ્યું હતું કે બેસ્ટ માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ૨ લાખ રૂપિયા આપશે અને ઘાયલોન સારવારનો ખર્ચ ઉઠાવશે.