આમચી મુંબઈ

કુનાલ કામરાએ જણાવ્યું કે શા માટે તેણે શિંદે પર કરી કોમેન્ટ: ફડણવીસ-ઉદ્ધવે આપ્યું નિવેદન…

મુંબઈઃ સ્ડેન્ડ અપ કૉમેડિયન કુનાલ કામરાના શૉ બાદ સ્ટુડિયો પર હુમલો કરવામાં આવ્યો અને કુનાલ સામે એફઆઈઆર કરવામાં આવી છે ત્યારે કોમેડિયને એક મીડિયા સાથે વાત કરી હતી.

કુનાલે મહારાષ્ટ્રમા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર કોમેન્ટ્સ કરી હતી અને એક ગીત ગાઈને તેમને ગદ્દાર કહ્યા હતા. આ વીડિયો વાયરલ થતા શિવેસનાએ સ્ટૂડિયો પર હુમલો કર્યો હતો. આ સંદર્ભે કુનાલે જણાવ્યું હતું કે આ શૉ 3 ફેબ્રુઆરીએ રેકોર્ડ થયો હતો અને 23 માર્ચે રિલિઝ થયો છે. એકનાથ શિંદે પર ટીપ્પણી કરવા બાબતે તેમણે જણાવ્યું હતું કે જે વ્યક્તિ પાવરમાં હોય મોટા સ્થાને હોય તેમના પર જ વાત થતી હોય. વર્ષોથી આમ જ થતું આવે છે. જેમની પાસે કોઈ પોસ્ટ જ નથી તેમના પર કોમેન્ટ્સ પણ થતી નથી.

દિશા સાલિયન કેસમાં શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેનું નામ ફરી ઉછળતા ઠાકરેના પક્ષે આ વીડિયો અત્યારે શેર કરી નવો વિવાદ ઊભો કરવાની કોશિશ કરી છે જેથી આદિત્યનો કેસ ભૂલાઈ જાય, તેવા આક્ષેપો એકનાથ શિંદેના સમર્થકો તરફથી કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : ‘અમે કામરાની ધોલાઈ કરીશું’ શિવસેનાના કાર્યકરોએ હોટેલ તોડફોડ કર્યા બાદ સંજય નિરૂપમની ધમકી…

આ મામલે કુનાલે જણાવ્યું કે મારો વીડિયો ઘણા સમય પહેલા રેકોર્ડ થયો છે અને મારે કોઈ રાજકીય પક્ષની જરૂર નથી. આ પહેલા પણ આ રીતની કોમેન્ટ્સ થઈ છે. અમે કોમેડિયનો ફરી સ્ટૂડિયો બનાવી દઈશું. કુનાલે કહ્યું કે જ્યારે પોલીસ મને બોલાવશે ત્યારે હું જઈશ અને તેમને પૂરો સહકાર આપીશ. આ સિસ્ટમનો એક ભાગ છે.

શું કહ્યું ફડણવીસે
કુણાલ કામરાના વાયરલ વીડિયોને લઈને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, જે રીતે કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે. અમે તેની નિંદા કરીએ છીએ. આવી બાબતો સહન કરી શકાતી નથી. 2024ની ચૂંટણીમાં જનતાએ નક્કી કરી લીધું છે કે કોણ દેશદ્રોહી છે અને કોણ અભિમાન છે. બાળાસાહેબ ઠાકરેનો વારસો શિંદેજી પાસે છે, જનતાએ તેમને સ્વીકાર્યા છે. કુણાલ કામરાએ માફી માંગવી જોઈએ.

શું કહ્યું ઉદ્ધવ ઠાકરેએ
શિવસેના (યુબીટી)ના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ મામલે મીડિયા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે કુનાલે ગદ્દારને ગદ્દાર કહ્યા છે તેમાં કંઈ ખોટું કર્યું નથી. આ આખું ગીત બધાએ સાંભળવું અને સંભળાવવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આ સમગ્ર ઘટના સાથે તેમના પક્ષને કોઈ લેવાદેવા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button