આમચી મુંબઈ

ત્રણ વખત સમન્સ મોકલ્યા પછી પણ કુણાલ કામરા પોલીસ સમક્ષ હાજર ન થયો

મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે કથિત વાંધાજનક ટિપ્પણી કરવા સંબંધી કેસમાં ત્રણ વખત સમન્સ બજાવ્યા છતાં સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા પોલીસ સમક્ષ હાજર થયો નહોતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ત્રીજી વખત સમન્સ મોકલાવ્યા છતાં કામરા હાજર થયો નથી. ત્રીજી વખત સમન્સ મોકલાવીને કામરાને પાંચમી એપ્રિલે ખાર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ અને નિવેદન નોંધાવવા માટે આવવાનું પોલીસે કહ્યું હતું.

આ પણ વાંચો: શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉતે હાસ્ય કલાકાર કુણાલ કામરા માટે કેન્દ્રીય સુરક્ષાની માગણી કરી…

એક શો દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન વિરુદ્ધ કથિત બદનક્ષીપૂર્ણ ટિપ્પણી કરવા બદલ શિવસેનાના વિધાનસભ્ય મુરજી પટેલે કરેલી ફરિયાદને આધારે ખાર પોલીસે કામરા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કામરાની ટિપ્પણી બાદ શિવસેનાના કાર્યકરો ઉશ્કેરાયા હતા અને 23 માર્ચની રાતે સ્ટુડિયો અને હોટેલમાં તોડફોડ કરી હતી.

અગાઉ બે વખત સમન્સ મોકલાવ્યા છતાં કામરા હાજર ન થતાં ખાર પોલીસ સ્ટેશનની એક ટીમ માહિમના તેના નિવાસસ્થાને પણ ગઈ હતી. નિવાસસ્થાને કામરા ન મળતાં તેને ત્રીજી વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button