કોવિડ-૧૯ બોડી બેગની ખરીદી કૌભાંડ: કિશોરી પેડણેકરની ત્રણ કલાક પૂછપરછ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

કોવિડ-૧૯ બોડી બેગની ખરીદી કૌભાંડ: કિશોરી પેડણેકરની ત્રણ કલાક પૂછપરછ

મુંબઈ: કોવિડ-૧૯ પીડિતો માટે બોડી બેગની ખરીદીમાં કથિત કૌભાંડ સંબંધમાં મુંબઈનાં ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર બુધવારે ફરીથી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઇઓડબ્લ્યુ) સમક્ષ હાજર થયાં હતાં. પેડણેકર સવારના ૧૧ વાગ્યે ઇઓડબ્લ્યુની ઓફિસમાં પહોંચ્યાં હતાં અને બાદમાં તેમની ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
પેડણેકરને સોમવારે પણ બોલાવવામાં આવ્યાં હતાં અને તેમની બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એફઆઇઆરમાં પેડણેકર અને અન્ય બે જણનાં નામ છે.
ભાજપના નેતા કિરીટ સોમૈયાએ નોંધાવેલી ફરિયાદને આધારે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા પેડણેકર અને મહાપાલિકાના બે વરિષ્ઠ અધિકારી વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ ૪૨૦ (છેતરપિંડી), ૧૨૦-બી (ફોજદારી કાવતરુ) સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મહામારી દરમિયાન આરોગ્ય સુવિધાઓનું વ્યવસ્થાપન, મૃત દર્દીઓ માટેની બોડી બેગ, માસ્ક અને અન્ય વસ્તુઓની ખરીદીમાં અનિયમિતતા અને ભંડોળની ઉચાપત કરવામાં આવી હતી.

સંબંધિત લેખો

Back to top button