આમચી મુંબઈ

ઓન ડ્યૂટી ટ્રાફિક કોન્સ્ટેબલ પર હુમલો કરનારા ડોક્ટરને દંડ, જાણો કારણ?

મુંબઈઃ ઓન-ડ્યુટી ટ્રાફિક કોન્સ્ટેબલ પર હુમલો કરવા માટે થાણેની કોર્ટે ડોક્ટરને દોષી ઠરાવ્યો હતો અને 5,600 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

Also read : મુંબઈ એરપોર્ટ પરથી 15.85 કરોડ રૂપિયાનાં ગાંજા સાથે સુરતનાં ચાર યુવકની ધરપકડ

સેશન્સ કોર્ટે ટ્રાફિક નિયમોનો ભંગ કરવા તથા સરકારી કર્મચારીને તેની ફરજમાં ખલેલ પહોંચાડવા માટે 43 વર્ષીય ડોક્ટરને દોષી ઠરાવ્યો હતો. પહેલી માર્ચનો કોર્ટનો આદેશ મંગળવારે ઉપલબ્ધ થયો હતો.

સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે 16મી ઓગસ્ટ, 2018ના સાંજે આ ઘટના બની હતી જ્યારે ટ્રાફિક કોન્સ્ટેબલે એક ડોક્ટરની કારને આંતરી હતી જે રસ્તા પર વિરુદ્ધ દિશામાં પાર્ક કરેલી હતી જેને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઇ હતી.

Also read : મોગરા અને માહુલ પમ્પિંગ સ્ટેશનનું કામ ફરી ઘોંચમાં

કોન્સ્ટેબલે ડ્રાઇવિંગ લાઇસન્સની માગણી કરતા ડોક્ટરે તે આપવાનો ઇનકાર કર્યો હતો તથા ધક્કામુક્કી કરીને મોટેથી બોલચાલ કરવા લાગ્યો હતો. કોપરી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. કોર્ટની સુનાવણી વખતે ચાર સાક્ષીની જુબાની નોંધવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button