આમચી મુંબઈમહારાષ્ટ્ર

બુલેટ ટ્રેન માટે જાણો મોટા ન્યૂઝઃ બજેટમાં કેટલી થઈ હતી ફાળવણી?

મુંબઈ: મુંબઈથી અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનના પ્રકલ્પ માટે આ વખતે કેન્દ્ર સરકારે નોંધપાત્ર ભંડોળની ફાળવણી કરી છે, તેથી આગામી વર્ષોમાં પ્રોજેક્ટને ઝડપથી પાર પાડવામાં મદદ મળી શકશે. કેન્દ્રીય બજેટમાંથી ચોથા ભાગનું ભંડોળ ફાળવવાના અહેવાલ વચ્ચે મુંબઈમાં તો મહત્ત્વનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું છે.

હાલમાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું તેમાં અત્યંત મહત્ત્વકાંક્ષી એવા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 25,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. બજેટની ફાળવણી બાદ આ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે.

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમીટેડ (એનએચઆરસીએલ) દ્વારા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મહત્ત્વપૂર્ણ તબક્કા ગણાતા 21 કિલોમીટર લાંબી ટનલનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. બીકેસી (બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ)થી શીલફાટા સુધી બનનારી આ ટનલ સિંગલ ટ્યૂબ ટનલ હશે, જે બીકેસી, મુંબઈ, શીલફાટા અને થાણે વિસ્તારને આવરી લેશે.
આ ટનલ અંડર-સી રેલ ટનલ એટલે કે સમુદ્રના પેટાળમાં બનાવવામાં આવશે. સમુદ્રની અંદર બનાવવામાં આવી રહેલી ભારત દેશની આ સૌથી પહેલી ટનલ છે.

21 કિલોમીટરમાંથી 7 કિલોમીટરનો બીકેસીથી શીલફાટા સુધીનો પટ્ટો સમુદ્રની અંદર બનાવવામાં આવશે, જેની માટે ટીબીએમ(ટનલ બોરીંગ મશીન) એનએટીએમ(ન્યુ ઑસ્ટ્રીયન ટનલ મેથડ) જેવી અત્યાધુનિક પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવશે.

આ સિંગલ ટ્યૂબ ટનલમાં અપ અને ડાઉન લાઇન એમ જવા અને આવવા માટે બે માર્ગીય ટ્રેક બનાવવામાં આવશે. ટનલના રૂટમાં 37 ઠેકાણે 39 ઇક્વીટપમેન્ટ રૂમ(ઉપકરણો માટેના કક્ષ) પણ બનાવવામાં આવશે. આ ટનલ જમીનની સપાટીથી 25થી 57 મીટર નીચે બનાવવામાં આવશે અને શીલફાટાના પારસિક હિલ ખાતે આ ટનલની ઊંડાઇ સૌથી વધુ 114 મીટર હશે.

ઉલ્લેખનીય છે કે મુંબઈથી અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનના પ્રકલ્પનો કુલ ખર્ચ 1.08 લાખ કરોડનો છે. આ અગાઉ કેન્દ્ર સરકાર તરફથી ભંડોળની ફાળવણી કરી છે, પરંતુ આ વખતના બજેટમાંથી મહત્તમ ભંડોળ ફાળવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme